Vadodara

ભાજપના શહેર કાર્યાલયનું ઉદ્ઘાટન વડાપ્રધાનના પ્રવાસના કારણે મુલતવી 

વડોદરા શહેર ભાજપના કાર્યાલયનું ઉદ્ઘાટન વડાપ્રધાનના ગુજરાત પ્રવાસના કારણે મોકૂફ રાખવામાં આવ્યું છે. 

ભાજપા  દ્વારા કારેલીબાગ વિસ્તારમાં અત્યાધુનિક સુવિધાઓથી સભર કાર્યાલય તૈયાર કરવામાં આવી રહ્યું છે. જેનું ઉદ્ઘાટન પ્રદેશ અધ્યક્ષ સી.આર. હસ્તે બુધવારે કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું. અને તેની  તડામાર તૈયારીઓ પણ કરવામાં  આવી હતી. જો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત પ્રવાસે છે જેના કારણે આ ઉદ્ઘાટન હાલ પૂરતું મુલતવી રાખવામાં આવ્યું છે.  શહેર કાર્યાલયનું બાંધકામ ચાલી રહ્યું છે. આ કાર્યાલયમાં ત્રણ વિવિધ ફ્લોર હશે, હાલ આ કાર્યાલયનો પ્રથમ ફ્લોર તૈયાર છે. અન્ય ફ્લોર પર કામગીરી ચાલી રહી  છે.  ત્યારે આગામી ચૂંટણી પહેલા ઉદ્ઘાટન કરવાનું આયોજન કરાયું હતું જે હાલ મોકૂફ કરાયું છે. 

Most Popular

To Top