Business

ફોર્વર્ડ મેસેજ છે, લેખક કોણ છે?

વોટ્સએપ પર આવતા મોટે ભાગના મેસેજ માત્ર ફોર્વર્ડ કરેલ હોય છે. કયારેક એકથી વધુ વખત આવ્યા જ કરે. સરસ મેસેજ હોય પણ રચયિતા લેખક-કવિનું નામ જ હોતું નથી. કહેવાતા હોશિયાર લોકો કોપીપેસ્ટ કરી લખનારનું નામ કાઢી પોતાનું નામ ઉમેરીને ફોર્વર્ડ કરી દે છે. કેટલાક સમાજના મેગેઝિનમાં આવા કિસ્સા જોવા મળે ત્યારે ગુસ્સો આવે છે, કેમકે લેખનું, લેખકનું નામ જાણીતું હોય છે. કાવ્યપાઠ પણ એવું! સાહિત્યરસિકોની જાગૃતિ અનિવાર્ય.
નવસારી – કિશોર આર. ટંડેલ         – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

શાહુકાર અને સહકાર…
જૂના જમાનામાં જયારે બેન્કો કે શરાફી પેઢીઓ ન હતી ત્યારે ગામના શાહુકારો નાણાની ધીરધાર કરતા હતા અને જરૂરત મંદો લાચાર થઇને તેમની પાસે નાણા લેવા જતા હતા. પરંતુ તેઓનો વ્યાજનો દર એટલો ઊંચો હતો કે ગીરવે મુકેલી જણસ કે દાગીના છોડાવી ન શકતા. એટલે વ્યાજનું વ્યાજ વધતું જાય અને ચક્રવૃધ્ધિ થિ જાય છતાં ગીરવે મુકેલી વસ્તુઓ લોકો છોડાવી ન શકતા હતા તેવી જ રીતે શાહુકારો વેપાર ધંધામાં પણ ઓછી કિંમતે ખરીદી અનાજ ઉંચા ભાવે વેચીને શોષણ કરતા હતા. છેવટે દેશમાં સહકારી પ્રવૃત્તિ સ્થાપના થયા પછી શાહુકારોની શાહુકારીનો અંત આવ્યો હતો. સુરત જિલ્લાની સહકારી પ્રવૃત્તિ અવ્વલ નંબરે છે. કેમકે નિષ્ઠાવાન સહકારી નેતાઓના કારણે અનેક સહકારી સંસ્થા ધમધમી રહી છે. દા.ત. 1909માં સુરત ડિસ્ટ્રીકટ કો.ઓ. બેન્કની સ્થાપના થયેલી તેને 113 વર્ષ પુરા થયા છે. અગાઉ સ્વ. પ્રમોદભાઇ દેસાઇ અને ઉપપ્રમુખ દિલીપભાઇ ભકતના કુશળ સંચાલનના કારણે વટવૃક્ષ બની છે. આજે 111 શાખાઓ સુરત, તાપી જિલ્લામાં કાર્યરત છે.
તરસાડા  – પ્રવીણસિંહ મહિડા         – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top