Vadodara

પોર ગામ પાસેના બ્રિજ રોડના નીચેના ભાગને વ્યાપક નુકશાન

વડોદરા : વડોદરામાં વરસી રહેલા ભારે વરસાદને કારણે પોરથી વડોદરા જવાના રોડ પર આવેલ સર્વિસ રોડની દીવાલ અચાનક જ ધરાશાઈ થતા લોકોમાં ગભરાટનો ભય ફેલાયો હતો. ત્યાં આવેલા ચાર મકાનોને નુકશાન થયું હતું પરંતુ કોઈ જાનહાનીનો બનાવ બન્યો નહોતો. વડોદરાના છેવાડે આવેલ પોર હાઇવેથી વડોદરા તરફ આવાના રોડ પર કોઈ અકસ્માત ન થાય તે માટે ત્યાના રહીશો દ્વારા અવર જવર કરવા માટે સર્વિસ રોડ બનાવવામાં આવ્યો હતો.

જયારે આજ રોજ પોરથી વડોદરા તરફ આવાના સર્વિસ રોડ પર બનાવેલી દીવાલ ધરાશાઈ થઇ હતી. જેને કારણે સર્વિસ રોડની પાસે રહેતા ચારથી પાંચ લોકોના મકાનો દબાઈ ગયા હતા પરંતુ સદનસીબે કોઈ જાનહાનીનો બનાવ બન્યો નહોતો . પરંતુ મહેનતથી બનાવેલા મકાનો આંખની પલકારોમાજ ધરાસાઈ થયા હતા. આમ ઘટનાની જાણ થતા જ વરણમાં પોલીસ અને તલાટી સ્થળ પર દોડી ગયા હતા અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

CMએ જે એકતાનગરની મુલાકાત લીધી હતી તેની હાલમાં નર્કાગાર પરિસ્થિતિ
વડોદરામાં વરસાદી માહોલ જામ્યો છે.ત્યારે પૂર્વ વિસ્તારમાં દર વખતની જેમ આ વખતે પણ લોકોના ઘરોમાં વરસાદી પાણી ભરાવાની સાથે ઉભરાતી ગટરોના દૂષિત પાણી ફરી વળતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે.જેને લઈ વધુ એક વખત તંત્ર સામે વેધક સવાલો ઉઠવા પામ્યા હતા. સમગ્ર રાજ્ય સહિત વડોદરા શહેરમાં ભારે વરસાદને પગલે ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા હતા.

બીજી વખત વરસાદે પાલિકા તંત્રની દર વર્ષની જેમ આ વર્ષે પણ પોલ ઉઘાડી પાડી દીધી હતી.શહેરના પૂર્વ વિસ્તારમાં દર વખતે વરસાદી માહોલમાં પાણી ભરાવાની સમસ્યા જે સે થે રહેવા પામી છે.આજવા રોજ આંબેડકર નગર,એકતાનગર અને સયાજીપાર્ક સહિતના આસપાસના વિસ્તારોમાં લોકોના ઘરોમાં પાણી ફરી વળ્યાં હતા.જેના કારણે લોકોની ઘરવખરીને ભારે નુકશાન પહોંચ્યું છે.બીજી તરફ ઉભરાતી ગટરોની સમસ્યાથી લોકો હેરાન પરેશાન થઈ ઉઠ્યા છે.એક તરફ શહેરમાં વાયરલ બીમારીઓએ માથું ઊંચું કર્યું છે.

Most Popular

To Top