Madhya Gujarat

પાદરા પંથકમાં વધુ ચાર પ્રાથમિક શાળાના પાંચ શિક્ષકોનો કોરોના

       પાદરા: પાદરા પંથકમાં વધુ ચાર છેવાડાના ગામના પ્રાથમિક શાળાના પાંચ શિક્ષકોનો કોરોના નો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે પ્રાથમિક શાળાઓમાં તારીખ 15/ 3 /21 થી પરીક્ષા શરૂ થતી હોય શાળાને સેનેટાઈઝર કરવામાં આવેલ છે તેમજ બીજા અન્ય શિક્ષકો દ્વારા શાળાના શૈક્ષણિક કાર્ય શરૂ કરવામાં આવેલ છે. જ્યાં સરકારની ગાઇડ લાઇનનો ચુસ્તપણે પાલન કરવામાં આવેલ છે દરેક વિદ્યાર્થીઓની ટેમ્પરેચર ગન થી ટેમ્પરેચર માપી ત્યારબાદ શાળામાં પ્રવેશ આપવામાં આવી રહેલ છે.

પાદરાના છેવાડાના ગામોમાં પણ કરુણાએ પ્રવેશ કરતા શિક્ષકો વિદ્યાર્થીઓના વાલીઓ અને વિદ્યાર્થીઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. વિવધ ગામોમાં પણ કોરોનાએ માથું ઉચકતા લોકો ભયભીત બની ગયા છે એ લોકોના જીવ પડીકે બંધાયા હોવાનું જાણવા મળેલ છે તેમ છતાં સરકાર ની ગાઈડલાઈન મુજબ નિરાશ કસોટી પરીક્ષા તેમજ શૈક્ષણિક કાર્ય રાબેતા મુજબ ચાલુ રહેશે તેમ તાલુકા શિક્ષણાધિકારી એ જણાવ્યું હતું.

ત્યારે વહીવટી તંત્ર કોઈ અસરકારક કાર્યવાહી નહીં કરતા લોકોમાં રોષ ફાટી નીકળ્યો છે પાદરા છેવાડા ગામ વડદલા ના પ્રાથમિક શાળામાં કુલ ૨ શિક્ષક 55 વિદ્યાર્થીઓ છે, કુરાલ પ્રાથમિક શાળામાં 10 શિક્ષક 298 વિદ્યાર્થીઓ છે,  ધોરીવગા પ્રાથમિક શાળામાં 11 શિક્ષક 322 વિદ્યાર્થીઓ છે.

  જેસીસ જાનકી વલ્લભ પ્રાથમિક શાળા ના 12 શિક્ષક 322 વિદ્યાર્થીઓ છે આમ કુલ 35 શિક્ષકો માંથી 5  શિક્ષકોને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા દરેક પ્રાથમિક શાળામાં સેનેટાઈઝર કરવામાં આવ્યું આવ્યું હતું તા. 15/ 3/ 2021 થી પરીક્ષાઓ શરૂ થતી હોય પ્રાથમિક શાળાઓ બંધ કરવામાં આવી નથી પરંતુ અન્ય શિક્ષકો દ્વારા શૈક્ષણિક કાર્ય શરૂ કરવામાં આવેલ હતું.

શાળામાં આવતા દરેક વિદ્યાર્થીને ટેમ્પરેચર ગનથી ટેમ્પરેચર માપી શાળામાં પ્રવેશ તેમજ હાથ સેનીતાઈઝર તેમજ માસ્ક ફરજિયાત સાથે સરકારની ગાઇડલાઈનનો અમલ કરવામાં આવી રહેલ છે.

જેમાં 1044 વિદ્યાર્થીઓ તેમજ પ્રાથમિક પ્રાથમિક શાળાના 2018  વિદ્યાર્થીઓ મૂંઝવણ અનુભવી રહ્યા છે પાદરા પંથકમાં માધ્યમિક 5 પ્રાથમિક શાળાઓ તેમજ મુખ્ય બેંક એસબીઆઇ માં નો રિપોર્ટ પોઝિટિવ આવતા સંપર્કમાં આવેલા વિદ્યાર્થી વાલીઓ તેમજ ગ્રામજનોમાં ફફડાટ વ્યાપી ગયો હતો.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top