Madhya Gujarat

પાદરામાં રૂ.1500ની લેતીદેતીમાં હત્યા

નાણાંની લેતીદેતી બાબતે બોલાચાલી બાદ ઝઘડામાં એકની હત્યા


વિકાસ પાટણવાડીયા નામનો ડભાસા ગામનો રહેવાસી ₹ 1500 ની લેતીદેતી બાબતે સોખડા કેનાલ પાસે રહેતા સુરેશ તડવીના ઘરે ગયો હતો જ્યાં બોલાચાલી થતાં બંન્ને વચ્ચે ઉગ્ર ઝઘડો થયો હતો જેમાં સુરેશ તડવી તથા તેની સાથેના પાંચ જેટલા લોકોએ વિકાસ પાટણવાડીયાની હત્યા કરી દેતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી.

પાદરામાં રૂ. 1500 ની લેતીદેતીમાં પાંચ જેટલા લોકો યુવકો પર તુટી પડ્યા હતા. આ ઘટનામાં ત્રણ લોકો ભાગવામાં સફળ રહ્યા હતા, જ્યારે એક યુવકને ગંભીર ઇજાઓ પહોંચી હતી. જેમાં યુવકને બેભાન અવસ્થા દવાખાને લઇ જવામાં આવ્યો હતો. જ્યાં તબિબોએ તેને મૃત જાહેર કર્યો છે. આખરે સમગ્ર મામલે પાદરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવા પામી છે. જે બાદ પોલીસે કાયદેસરની વધુ કાર્યવાહી હાથ ધરી છે.

પાદરા પોલીસ મથક માં નોંધાવેલી ફરિયાદમાં કિરીટભાઇ શનાભાઇ પાટણવાડીયા (ઉં. 28) (રહે. ડભાસા ગામ, ગદાખાર વિસ્તાર, પાદરા) જણાવ્યું હતું કે, સવારે અગિયાર વાગ્યે પરિવારના સભ્યો સાથે કમલેશભાઇ ઘનશ્યામભાઇ પાટણવાડીયા માટે છોકરી જોવા મીંઢોડ ગામે મિત્રની ઇકો કારમાં જઈ સાંજે પરત આવ્યા હતાં. પછી ઇકો કાર આપવા માટે તેઓ ધવલભાઇ મહેશભાઇ પાટણવાડીયા અને કમલેશ ઘનશ્યામભાઇ પાટણવાડીયા ક્રોસરોડ હોસ્પિટલ ડભાસા ગયા હતા. ઇકો કાર આપીને પરત આવી રહ્યા હતા તે દરમિયાન સાંજે સાત વાગ્યે તેમના મોબાઇલ પર કોલ આવ્યો હતો અને સામેની વ્યક્તિએ જણાવ્યું હતું કે, હું વિકાસ બોલું છું. મારી પાસે સુરેશ તડવી રૂ. 1500 માંગે છે. જે મેં તેની પાસે ઉછીના લીધા હતા. રૂપિયા બાબતે સુરેશ સાથે ઝગડો થતા તેણે મોબાઇલ ફોન લઇ લીધો છે. અને બે ઝાપટ પણ મારી છે જેથી તેઓ જણાવે છે કે, તું ત્યાં ઉભો રહે. હું રૂ. 1500 લઇને આવું છું. જે બાદ ત્રણેય પાદરાથી સોખડા કેનાલ પહોંચ્યા હતા ત્યાં વિકાસ મળ્યો હતો, અને તેણે પૈસા કોને આપવાના છે તે પુછવામાં આવ્યુ હતું. જે બાદ તે નજીકના એક મકાનમાં લઇ ગયા હતા જ્યાં મકાનમાં ચાર માણસો બેઠા હતા. તેમાંથી વિકાસ જેને પૈસા આપવાના છે તેના તરફ આંગળી ચિંધી હતી. જે બાદ સુરેશ તડવીને પુછવામાં આવેલ કે, તમને રૂ. 1500 મળી જશે, પણ કઇ બાબતના રૂપિયા માંગો છો, મારા ભાઇને કેમ માર માર્યો છે, તેનો મોબાઇલ કેમ લઇ લીધો છે.ત્યારબાદ આ દરેકે અચાનક અપશબ્દો સાથે હૂમલો કરી દીધો હતો જેમાં વિકાસ ઘવાયો હતો અને હોસ્પિટલમાં લ ઇ જતાં તેને તબીબોએ મૃત જાહેર કર્યો હતો.

Most Popular

To Top