Charotar

નડિયાદમાં ફાયનાન્સ કંપનીના સંચાલકે બે લાખની છેતરપિંડી કરી

સાત વર્ષમાં ડબલ કરવાની લાલચ આપી બે લાખ લીધા હતા
(પ્રતિનિધિ) નડિયાદ તા.29
નડિયાદ શહેરમાં આવેલી ફાયનાન્સ કંપનીના સંચાલકે સાત વર્ષમાં ડબલ નાણા આપવાની લાલચ આપી આધેડ પાસેથી રૂ. બે લાખ લીધા હતા. આ રકમની પાકતી મુદતે આધેડને ફક્ત રૂ. એક લાખ આપી છેતરપિંડી કરી હતી. આ અંગે નડિયાદ પોલીસે ગુનો નોંધ્યો હતો.
નડિયાદ શહેરની સરકારી વસાહત પાછળ રહેતા જેસીંગભાઈ જેણાભાઈ ખેતી કરે છે. તેઓને વર્ષ – 2014માં તેમના ઓળખિતા ધર્મેશ રાવજીભાઈ તળપદા મારફતે જાણવા મળ્યું હતું કે, ઇન્દુભાઈ બાબુભાઈ તળપદા (રહે. પીજભાગોળ, નડિયાદ) શ્રીશક્તિ ફાયનાન્સ નામની ફર્મ ધરાવે છે. જેમાં બે લાખ રૂપિયાનું રોકાણ કર્યું હતું. આ રોકાણ કરતી વખતે ઇન્દુએ ફિક્સ ડિપોઝીટમાં જેટલા રૂપિયાનું રોકાણ કરશો તેનાથી બે ગણી રકમ સાત વર્ષ પછી તમને પરત મળશે. જેથી જેસીંગભાઈએ તેમની વાતમાં વિશ્વાસ રાખી બચતમાંથી બે લાખ ઇન્દુભાઈની શક્તિ ફાયનાન્સમાં રોકડા ભર્યાં હતાં. આ સંદર્ભે પાવતી પણ આપી હતી. આ ડિપોઝીટની મુદત 1લી જુલાઇ,2021ના રોજ પુરી થઇ હતી. આ રકમ ભર્યા પછી સાત વર્ષ પુરા તથા ઇન્દુભાઈને મળીને રોકાણની બે ગણી રકમ એટલે કે ચાર લાખ પરત આપવા જણાવતાં ઇન્દુએ પોતાની થાપણીની પાકતની મુદતે પૈસાની ઉઘારણી કરતાં કટકે કટકે રૂ.એક લાખ આપ્યાં હતાં. બાદમાં મારી પાસે પૈસાની સગવડ નથી. મારી જમીન વેચીને હું તમને પૈસા આપી દઇશ. તેવો જવાબ આપ્યો હતો. જોકે, વારંવાર ઉઘરાણી કરતાં તેઓ બહાનાબાજી બતાવતાં હતાં. હાલમાં ઇન્દુએ શક્તિ ફાયનાન્સ કંપની બંધ કરી દીધી છે. આ અંગે જેસીંગભાઈએ નડિયાદ પશ્ચિમ પોલીસ મથકે ઇન્દુ બાબુ તળપદા સામે ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top