Charotar

ડાકોર પોલીસ છાવણીમાં ફેરવાયું બે હજાર જેટલા જવાનો ખડેપગે

10 ડીવાયએસપી ને 36 પોલીસ ઇન્સ્પેક્ટર સહિતનો સ્ટાફ મુકાયો

યાત્રાધામ ડાકોરમાં હોળી પુનમ મહોત્સવની ઉજવણી અને વ્યવસ્થા માટે તડામાર તૈયારીઓ આખરી ઓપ અપાઇ રહ્યો છે. ડાકોર તરફના મોટાભાગના માર્ગો પર પદયાત્રીઓ ઠેરઠેર જોવા મળે છે. તમામ માર્ગો જય રણછોડ જય રણછોડના નાદથી ગુંજી રહ્યા છે. 
ડાકોરમાં ફાગણી પૂનમમાં ત્રણ લાખથી વધુ ભક્તો દર્શન કરવા ઉમટી પડે છે. આ નગરી ભક્તિમય બની જાય છે. આમ છતાં કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે માટે ખેડા પોલીસ દ્વારા બે હજારથી વધુ પોલીસ જવાનો ગોઠવી દેવામાં આવ્યો છે. જેથી કોઇ અનિચ્છનીય બનાવ ન બને.
ડાકોરમાં હોળી પૂનમ પર્વની ઉજવણી સાથે ઠાકોરજીના દર્શનાર્થે શ્રદ્ધાળુઓ પગપાળા અને વાહનો દ્વારા ડાકોરમાં આવી રહ્યા છે. જેથી સુરક્ષા હેતુસર દર ત્રણ કિલોમીટરના અંતરે પોલીસ પોઇન્ટ મૂકવામાં આવ્યા છે. બોડીલેસ કેમેરા સાથે પોલીસ જવાનો ઠેરઠેર તૈનાત છે. તદુપરાંત શ્રી રણછોડજી મંદિર સહિત વિવિધ વિસ્તારોમાં સીસીટીવી કેમેરા ગોઠવી દેવામાં આવ્યા છે. જેથી દરેક ભાઈ ભક્તોની સુરક્ષા વ્યવસ્થા માટે સીસીટીવી કેમેરાની વ્યવસ્થા પણ ઘણી જ મહત્વપૂર્ણ બની છે. 
ડાકોરમાં હોળી પર્વની ઉજવણી શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે. હોળી પૂનમના રોજ 1 એસપી ,10 ડીવાયએસપી, 36 પીઆઇ , 90 પીએસઆઇ , 710 પોલીસ, 124 મહીલા પોલીસ, 200 એસઆરપી, 650 એચ જી એસ, 240 જી આર ડી સહિત કુલ 2070  પોલીસ અધિકારીઓ કર્મચારીઓ મેળામાં અનિચ્છનીય બનાવો ના બને તે માટે સુરક્ષા વ્યવસ્થા જાળવશે. 

Most Popular

To Top