Madhya Gujarat

કાલોલ તાલુકાના રામનાથ ગામે ગેસ સિલિન્ડર ફાટતાં 15થી વધુને ઇજા


પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના રામનાથ ગામે રાવળ ફળિયામાં કોઈ કારણોસર રાંધણ ગેસનો બોટલ ફાટતા બાળકો, મહિલા સહિત ૧૫ થી વધુ લોકો દાઝી ગયા હોવાનુ જાણવા મળે છે. આગ લાગવાનું કારણ હજી સુધી સ્પષ્ટ થયુ નથી. કાલોલ ફાયર બ્રિગેડ ની ટીમ સ્થળ પર પહોંચી હતી. જ્યાંથી ૧૦૮ મારફતે ૧૫ થી વધુ લોકો ને કાલોલ રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અને વધારે દાઝી ગયેલા લોકોને ગોધરા ખાતે સારવાર માટે લઈ જવામાં આવ્યા ની વિગતો જાણવા મળી છે.પ્રાથમિક સારવાર બાદ ગોધરા ખસેડવામાં આવ્યા. અત્યંત ગંભીર ૩ ને વડોદરા ખસેડવામાં આવ્યા છે.

કાલોલ રેફરલ હોસ્પિટલમાં સુવિધાનો અભાવ જોવા મળ્યો

કાલોલ હોસ્પિટલમાં સુવિધા નામ ના નામે ભોપાળુ જોવા મળ્યું હતું. કાલોલના ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણને ઘટનાની જાણ થતા તાત્કાલિક કાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા અને ઇજાગ્રસ્તો અને સારવાર અંગેની વિગતો ની માહિતી મેળવી હતી. ગોધરા ખાતેના પ્રાંત અધિકારી પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા
ઇજાગ્રસ્તોના નામ
૧. વિષ્ણુભાઈ ગોવિંદભાઈ ઓડ ઉ વ.૨૨
૨. લાલાભાઇ દામાભાઈ પરમાર ઉ વ ૫૦
૩ જયંતીભાઈ પુંજાભાઈ રાવળ ઉ. વ ૬૦
૪ મંજુલાબેન જયંતીભાઈ રાવળ ઉ વ ૪૫
૫ ચંદનબેન નટવરભાઈ રાવળ ઉ વ ૪૬
૬ ખુમાન વલ્લભ પરમાર ઉ વ ૩૫
૭ તરુણ શૈલેષભાઈ રાવળ ઉ વ ૩૦
૮ મેઘાબેન વિનોદભાઈ રાવળ ઉ વ ૧૭
૯. પારુલ બેન ભરતભાઈ રાવળ ઉ વ ૧૮
૧૦ જ્યોત્સનાબેન લખનભાઈ ઓડ ઉ વ ૩૦
૧૧. જ્યોત્સનાબેન જયંતીભાઈ રાવળ ઉ વ ૨૫
૧૨. આરોહીબેન યોગેશભાઈ રાવળ ઉ વ ૧૦
૧૩. નર્મદાબેન વિઠ્ઠલભાઈ ઓડ ઉ વ ૪૫
૧૪ હર્ષ અમિતકુમાર રાવળ ઉ વ ૦૮
૧૫ નવ્યાબેન યોગેશકુમાર રાવળ ઉ વ ૦૭
૧૬ અર્પિતાબેન અલ્પેશકુમાર રાવળ ઊ વ ૦૩
૧૭ મેહુલભાઈ મુકેશભાઈ રાવળ ઉ વ ૧૯
૧૮ પુનમબેન અલ્પેશભાઈ રાવળ ઉ વ ૨૫
૧૯ અંબાબેન શંકરભાઈ રાવળ ઊ વ ૬૨
૨૦ કિશન જયંતીભાઈ રાવળ ઊ વ ૨૨
૨૧. વિરાજ અતુલભાઇ રાવળ ઊ વ ૦૫

Most Popular

To Top