Trending

ફિલ્મ ’12વીં ફેલ’ના પ્રેરણાસ્ત્રોત IPS ઓફિસર મનોજ શર્માની બઢતી, DIGમાંથી IG બન્યા

ફિલ્મ 12મી ફેલ (12 Vi Fail Movie) હાલમાં જ રિલીઝ થઈ હતી જેમાં IPS અધિકારી બનવા માટે એક સામાન્ય વ્યક્તિનો સંઘર્ષ દર્શાવવામાં આવ્યો હતો. આ ફિલ્મના પ્રેરણાસ્ત્રોત IPS ઓફિસર મનોજ શર્માને (Manoj Sharma) પ્રમોશન મળ્યું છે. કારકિર્દીની એક મહત્વપૂર્ણ સિદ્ધિમાં IPS અધિકારી મનોજ કુમાર શર્માને મહારાષ્ટ્ર પોલીસમાં ડેપ્યુટી ઈન્સ્પેક્ટર જનરલ (DIG)માંથી ઈન્સ્પેક્ટર જનરલ (IG)ના હોદ્દા પર બઢતી આપવામાં આવી છે. મનોજ શર્માની કારકિર્દીમાં આ પ્રગતિ કેબિનેટની નિમણૂક સમિતિ (ACC) એ 2003, 2004 અને 2005 બેચના IPS અધિકારીઓ માટે પ્રમોશનને મંજૂરી આપ્યા પછી આવી છે.

X પર પોસ્ટ શેર કરી ખુશખબર આપ્યા
મનોજ શર્માએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોતાના પ્રમોશનના સમાચાર શેર કર્યા છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર સારા સમાચાર શેર કરતા તેમણે ભારતીય પોલીસ સેવામાં તેમની પરિવર્તનની યાત્રાની વાત કરી. તેમણે X પર પોસ્ટ કર્યું કે ASP થી શરૂ થયેલી સફર આજે ભારત સરકારના આઈજી બનવાના આદેશ સુધી પહોંચી છે. આ લાંબી યાત્રામાં મને સાથ આપવા બદલ દરેકનો હૃદયપૂર્વક આભાર.

તેમના મુશ્કેલ કારકિર્દીના માર્ગ દરમિયાન તેમને ટેકો આપનાર દરેકનો આભાર વ્યક્ત કરતા તેઓએ પોસ્ટની સાથે ગર્વ અને આનંદની ક્ષણોને કેપ્ચર કરતો હૃદયસ્પર્શી ફોટો શેર કર્યો હતો. જણાવી દઈએ કે હાલમાં જ રિલીઝ થયેલી 12વીં ફેલ ફિલ્મ મનોજ કુમાર શર્માના જીવન પર બનેલી છે અને આ ફિલ્મને યુવાઓનો ખુબ સારો પ્રતિસાદ મળ્યો હતો.

Most Popular

To Top