Charotar

આણંદમાં આચાર સંહિતા સંદર્ભે 292 ફરિયાદ મળી

આદર્શ આચાર સંહિતાના અસરકારક અમલીકરણ માટે તંત્રની કવાયત

લોકસભા સામાન્ય ચૂંટણીની તારીખ જાહેર થતાં જ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર પ્રવીણ ચૌધરીના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં આદર્શ આચારસંહિતાનો અમલ કરવા ચૂંટણી તંત્ર દ્વારા અસરકારક કામગીરી કરવામાં આવી રહી છે. જે સંદર્ભે ટોલ ફ્રી નંબર 1800 233 0588, C-Vigil એપ્લીકેશન અને 1950 નંબરના માધ્યમથી જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 292 લોકોની ફરિયાદોનું સમયમર્યાદામાં નિરાકરણ કરવામાં આવ્યું હતું.
આણંદ જિલ્લામાં ચૂંટણી સંબંધી કોઈ પણ પ્રકારની જાણકારી મેળવવા કે ફરિયાદ કરવા માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા 24 X 7 સમયગાળા માટે ટોલ ફ્રી નંબર 1800 233 0588 કાર્યરત છે. જ્યારે કામકાજના દિવસોમાં કચેરી સમય દરમિયાન હેલ્પલાઈન નંબર 1950 પર ફોન કરીને જાણકારી મેળવી શકાય છે. તેવી જ રીતે ચૂંટણી સંબંધી કોઈપણ ફરિયાદ માટે C-vigil મોબાઇલ એપનો ઉપયોગ કરી ચૂંટણી સંબંધી કોઈપણ ફરિયાદ કરી ફોટો કે વીડીયો મોકલી શકાય છે. આ ફરિયાદ મળ્યાની 100 મિનિટની અંદર તેનો નિકાલ કરવામાં આવે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ચૂંટણીની તારીખ જાહેર થયા બાદથી અત્યાર સુધીમાં જિલ્લામાં ટોલ ફ્રી નંબર 1800 233 0588ના માધ્યમથી 4 લોકોની, હેલ્પલાઈન નંબર 1950 દ્વારા 276 લોકોની અને ચૂંટણી પંચની મોબાઈલ એપ C-vigil દ્વારા જિલ્લામાંથી 12 લોકોની ફરિયાદોનું સમયમર્યાદામાં નિવારણ કરવામાં આવ્યું છે. આમ જિલ્લામાં અત્યારસુધીમાં કુલ 292 લોકોની ફરિયાદોનું સમયમર્યાદામાં નિવારણ કરવામાં આવ્યું છે અને આદર્શ આચારસંહિતાની ચૂસ્ત અમલવારી કરવામાં આવી રહી છે તેમ નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી અનિતાબેન લાછુને જણાવ્યું છે.

Most Popular

To Top