Vadodara

શહેરમાં અસહ્ય ઉકળાટ થી શહેરીજનો ત્રાહિમામ, બુધવારે મહત્તમ તાપમાન 38.0ડિગ્રી સેલ્સિયસ પહોંચ્યું

રાજ્યના કેટલાક શહેરોમાં મહત્તમ તાપમાનમાં વધારો થતાં ગરમીનો પારો બુધવારે 38 ડિગ્રી ને વટાવી ગયો

આ વર્ષે ચોમાસુ પાંચ દિવસ વહેલાં બેસવાની હવામાન વિભાગની આગાહી

( પ્રતિનિધિ) વડોદરા તા. 14

ગત શનિવારથી શહેરમાં મહત્તમ તાપમાનમાં ઉતરોતર 5 ડિગ્રી સેલ્સિયસ સુધીનો વધારો થતાં બુધવારે મહત્તમ તાપમાન 38.0 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું હતું સાથે જ હવામાં ભેજનું પ્રમાણ 40% જેટલું રહેતાં શહેરીજનોને દિવસ દરમિયાન તથા રાત્રે પણ ગરમી અને ઉકળાટ અનુભવાયો છે.

રાજ્યમાં ગત શનિવારથી મહત્તમ તાપમાનમાં ઉતરોતર વધારો જોવા મળી રહ્યો છે. શનિવારથી બુધવાર સુધીમાં મહતમ તાપમાનમાં 5 ડિગ્રી સેલ્સિયસ સુધીનો વધારો નોંધાયો છે સાથે જ હવામાં ભેજનું પ્રમાણ વધતાં શહેરીજનોને બફારાનો,ગરમીનો અનુભવ થ ઇ રહ્યો છે. દિવસ દરમિયાન તો ઠીક પરંતુ રાત્રે પણ અસહ્ય ઉકળાટ અને બફારાથી લોકો ત્રાહિમામ પોકારી ઊઠયા છે. વડોદરા શહેરમાં બુધવારે મહત્તમ તાપમાન 38.0 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું હતું અને લઘુત્તમ તાપમાન 27.6 ડિગ્રી સુધી નોંધાયું છે જ્યારે હવામાં ભેજનું પ્રમાણ 40% જેટલું રહેવા પામ્યું હતું. રાજ્યમાં છ શહેરોમાં બુધવારે મહત્તમ તાપમાન 38 ડિગ્રી સેલ્સિયસ ને વટાવી ગયું હતું જેમાં સૌથી વધુ રાજકોટમાં 40.0 ડિગ્રી સેલ્સિયસ સુધી તાપમાન નોંધાયું હતું.હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં તા. 15 મી મે સુધીમાં કેટલાક ભાગોમાં પવન સાથે કમોસમી વરસાદ થવાની આગાહી કરી છે પરંતુ તા. 16 મે થી રાજ્યના તાપમાનમાં ધીમે ધીમે વધારો થવાની શક્યતા પણ કરી છે.

હવામાન નિષ્ણાતો ની આગાહી મુજબ,આ વર્ષે ચોમાસુ પાંચ દિવસ વહેલાં બેસવાની આગાહી કરી છે.
16 વર્ષ બાદ એટલે કે વર્ષ -2009 બાદ દક્ષિણ -પશ્ચિમ ચોમાસું વહેલું બેસવાના સંકેત છે.આ વર્ષે કેરળમાં પણ 4 દિવસ વહેલું ચોમાસું શરૂ થઇ જશે જેના કારણે કેરળમાં 1 જૂનની જગ્યાએ 27 મે ના રોજ ચોમાસાનું આગમન થશે.બંગાળની ખાડીમાં 21મે ની જગ્યાએ 13 મે થી ચોમાસું આવી જશે સાથે જ આ વર્ષે ચોમાસુ પણ એકંદરે સારું રહેશે.આ વર્ષે અંદામાન નિકોબારમા બે દિવસ પહેલા જ ચોમાસાની એન્ટ્રી થઇ ગ ઇ છે તથા ત્રણ થી ચાર દિવસમાં અરબ સાગરમાં ચોમાસાની સિસ્ટમ સક્રિય થશે. સામાન્ય રીતે અંદમાનમા ચોમાસાના આગમનના એક મહિનામાં ગુજરાતમાં ચોમાસાની શરૂઆત થતી હોય છે જેથી જો તમામ પરિબળો અને સ્થિતિ સાનુકૂળ રહે તો 30 દિવસમાં ચોમાસું ગુજરાતમાં પહોંચશે.

રાજ્યમાં સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત, બનાસકાંઠા, સાબરકાંઠા, ડાંગ, અરવલ્લી, અમરેલી, છોટાઉદેપુર, દાહોદ, વડોદરા સહિતના જિલ્લાઓમાં તા.15 મે સુધી પવનો સાથે કમોસમી વરસાદ થવાની શક્યતા છે ત્યારબાદ એટલે કે તા 16 મે થી સાત દિવસ સુધી 22 મે દરમિયાન હજી ગરમીના પ્રમાણમાં ઉતરોતર વધારો થવાની શક્યતા છે.

Most Popular

To Top