ઘરે મોડી પરત આવેલી સગીરાની પૂછપરછ કરતા ભાંડો ફૂટ્યો
પ્રેમજાળમાં ફસાવી દુષ્કર્મ ગુજારનાર આરોપીને ઝડપી પાડ્યો
વડોદરા તારીખ 15
વડોદરા શહેરના ગોરવા વિસ્તારમાં રહેતા 19 વર્ષીય યુવકે 16 વર્ષીય સગીરાને પ્રેમ જાળમાં ફસાવી હતી. ત્યારબાદ મળવાના બહાને એકાંત જગ્યા પર લઈ જઈને વારંવાર દુષ્કર્મ ગુજાર્યું હતું. સગીરાના પરિવારે દુષ્કર્મની ફરિયાદ ગોરવા પોલીસ સ્ટેશનમાં નોંધાવતા પોલીસે આરોપીને તેના ઘરેથી ઝડપી પાડ્યો હતો. પોલીસે સગીરાનુ મેડિકલ કરાવવા સહિતની કાર્યવાહી હાથ ધરી છે.
વડોદરા શહેરના ગોરવા વિસ્તારમાં રહેતા 19 વર્ષીય યુવક કૌશિક ગરાસિયા વોટર પ્રૂફિંગનું કામ કરે છે. દરમિયાન યુવક 16 વર્ષિય સગીરાના ઘર પાસે કામ કરવા માટે ગયો હતો. તે દરમિયાન તેની આંખો સગીરાને પ્રેમ જાળમાં ફસાવી હતી. ત્યારબાદ વારંવાર તેના વિસ્તારમાં મળવા જઈને એકબીજાના મોબાઈલ નંબર પર લીધા હતા. સગીરા અલગ અલગ મોબાઈલ પરથી યુવકને ફોન કરી વાતો કરતી રહેતી હતી. દરમિયાન યુવકે તેણે ત્રણથી ચાર વખત ગોરવા વિસ્તારમાં એકાંત જગ્યા પર મળવા બહાને બોલાવ્યા બાદ તેના પર બળજબરીપૂર્વક ત્રણથી ચાર વખત દુષ્કર્મ ગુજાર્યું હતું.14 જુનના રોજ ફરી આ કૌશિક ગરાસીયાએ સગીરાને મળવા માટે બોલાવી હતી અને તેની સાથે શરીર સંબંધ બાંધ્યા હતા. દરમિયાન સગીરાને ઘરે પરત આવતા મોડું થઈ ગયું હતું ત્યારે તેના પરિવારના સભ્યો દ્વારા સગીરાની શોધખોળ કરવામાં આવી રહી હતી. મોડી રાત્રિના સમયે સગીરા મળી આવતા તેના પરિવારના સભ્યો તેની પૂછપરછ કરી હતી ત્યારે સગીરાએ કૌશિક ગરાસિયા તેને મળવાના બહાને બોલાવ્યા બાદ તેની સાથે ત્રણ થી ચાર વાર દુષ્કર્મ ગુજાર્યું હોય તેવું જણાવ્યું હતું. જેથી સગીરાના પરિવારના સભ્યો દ્વારા ગોરવા પોલીસ સ્ટેશનમાં કૌશિક ગરાસિયા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જેથી પોલીસે તાત્કાલિક એક્શનમાં આવીને આરોપીને તેના ઘરેથી ઝડપી પાડ્યો હતો. પોલીસ દ્વારા સગીરાનુ મેડિકલ કરાવવા સહિતની કાર્યવાહી પણ શરૂ કરવામાં આવી છે.
