Charchapatra

અઢી વર્ષનો જશ અમર બની ગયો!!

ખુબ મોટી સંવેદનશીલ અને માનવતાથી ભરી ઘટના આ કહેવાય. સુરતનો જશ માત્ર અઢી વર્ષનો અને કામ કરી ગયો લાંબી જીવનારા ન કરી જાય એવું. અકસ્માતે ઓઝા પરિવારનો આ લાકડવાયો પડી જવાથી એનું બ્રેઇન ડેડ થઇ ગયું. ઘણા અંગો વર્કીંગમાં ન હોવાથી માતા પિતા અને પરિવારે ખૂબ મોટો અને ઉમદા નિર્ણય લઇ લીધો.

જશની ઉંમરના બાળકોને જે અંગોની જરૂર તી. ડોકટરો સાથે ચર્ચા કરી જશના સાત અંગોનું દાન કરવાની વાત કરી. ભારે હૃદયે ચેન્નઇમાં બે વિદેશી બાળકોને હૃદય અને બીજા અંગોની જરૂર હતી. તાકીદની તૈયારી બાદ ભારી જહેમતે હૃદયને ચેન્નાઇ હોસ્પિટલમાં લઇ જવાયું. પ્રત્યારોપણ થઇ ગયું. આજે આ બંને બાળકો સ્વસ્થ છે.

વળી ગુજરાતમાં ભાવનગર સહિત બીજા બાળકોને પણ પાંચ અંગો પહોંચાડાયા. આ બાળકો પણ સફળ ઓપરેશન પછી સ્વસ્થ છે. જીવન… જીવનને કામ આવે તેમાં જ સાર્થકતા રહેલી કહેવાય. આમ પણ કાં મૃતદેહ દફન કે અગ્નિમાં હોમાઇ જ જવાનો છે. પરંતુ જશના માતા પિતાએ જે હિંમત દર્શાવી આ નિર્ણય લીધો ધન્ય છે એના માતા પિતાના નિર્ણયને. આંખોનું દાન તો ઘણા જ કરે છે.

ડોકટરોનું કહેવું છે શરીરના સત્તર (17) ઓર્ગનોનું દાન કરી અન્યોનું જીવન બચાવી શકાય છે. અનુરાગ ફિલ્મમાં નૂતનના દીકરાની આંખોનું દાન મૌસમી ચેટરજીને કરાયું. આ તો વર્ષો પહેલાની વાત છે. સમાજને એક ઉદાત્ત દૃષ્ટાંત પૂરું પાડેલું. વિજ્ઞાનના આ સાહસ અને સંશોધનથી આપણે પણ આપણા મૃત્યુ બાદ આપણા અંગોનું દાન કરી મહાન યજ્ઞ કર્યાનું પૂણ્ય પ્રાપ્ત કરી શકાય છે.

આ લખનારે આંખો તો દાન કરેલી જ છે. પણ સમગ્ર શરીરનું દાન કરવા પરિવારને સમજાવી રહયા છે. શરીર દાન માટે ડોકટરી ભણી રહેલા વિદ્યાર્થી માટેની ઇચ્છા છે. જેવી ભગવાનની મરજી… સાર્થક કરો તો મૃત્યુ પછીની શાંતિ સંતોષ જેનું કોઇ મૂલ્ય નથી.

સુરત              – જયા રાણા – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top