Vadodara

મોટા માથાઓ સુધી પોલીસ પહોંચશે ખરી?

વડોદરા : ગુજરાત પંચાયત પસંદગી સેવા મંડળ દ્વારા યોજાનારી જુનિયર ક્લાર્કની પરીક્ષાના પેપર લિક કાંડમાં એટીએસની ટીમ સુરત ક્રાઇમ બ્રાન્ચ અને વડોદરા એસઓજીની મદદ લઇને સ્ટેકવાઇઝ ટેકનોલોજી કોચિંગ ક્લાસમાંથી 15 આરોપીની ધરપકડ કરી હતી. તમામ આરોપીને કોર્ટમાં રજૂ કરીને પેપર ક્યાથી લાવ્યા, કોનેકોને વેચવાના અને કેટલા રૂપિયામાં પેપરનો ભાવ હતો અને વધુ પૂછપરછ માટે 14 દિવસના રિમાન્ડ માંગ્યા હતા.પરંતુ કોર્ટે 11 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. વડોદરા સહિત સમગ્ર રાજ્યમાં ગુજરાત પંચાયત પસંદગીના જુનિયર ક્લાર્કની પરીક્ષા યોજાવાની હતી.

પરંતુ શનિવારે મોડી રાત્રે પેપર લિક થવાના કારણે પરીક્ષા મોકુફ રાખવાનો નિર્ણય કરાયો હતો. જેમાં એવી વિગત છે કે ગુજરાત એટીએસની ટીમે બાતમી મળી હતી કે મૂળ ઓડિશાના જીત નાયક ઉર્ફે શ્રધાકર લુહા તે હૈદરાબાદન કેએલ હાઇટેક પ્રેસમાં તે નોકરી છે. ત્યાંથી રૂપિયાના લાલચમાં આવી હતી અને તેણે મિત્ર થકી પેપર લિક કરીને વિદ્યાર્થીઓની વેચીના રૂપિયા કમાઇ લેવાનો શોર્ટકટ શોધી હતી.જે બાદ માસ્ટર માઇન્ડો પેપર વેચીને કમાણી કરી લેવા માટે એક સાકળ બનાવી હતી.

પરંતુ તેઓ કોઇ પરીક્ષાર્થીઓને પેપર વહેચી રૂપિયા કમાય તે પહેલા ગુજરાત એટીએસ, સુરત ક્રાઇમ બ્રાન્ચ અને વડોદરા એસઓજીની ટીમ સાથે લઇ અટલાદરાના સ્ટેકવાઇઝ ટેકનોલોજીસના કોચિંગ ક્લાસ પર શનિવાર મોડી રાત્રે દરોડો પાડી માસ્ટર મોઇન્ડો જે ઇ.પી.કો. કલમ ૪૦૬, ૪૦૯, ૪૨૦ તથા ૧૨૦(બી) હઠેળ નોંધી આગળની કાયદેસરની કાયણવાહી હાથ ધરી છે. તમામ આરોપીને ધરપકડ કરીને તેમને કોર્ટમાં રજૂ 14 દિવસના રિમાન્ડની માગણી કરતા કોર્ટ દ્વારા 11 દિવસના પોલીસ કસ્ટડી રિમાન્ડ મંજૂર કર્યા છે.

ભાસ્કર ચૌધરી 10 વર્ષથી વડોદરામાં સ્થાયી, ચાર વર્ષથી કોચિંગ ક્લાસ શરૂ કર્યા
વડોદરા: સ્ટેકવાઇઝ ટેકનોલોજીના સંચાલક ભાસ્કર ચૌધરી છેલ્લા દશ વર્ષ ઉપરાંતથી વડોદરામાં સ્થાયી થયો છે. પ્રમુખરાજ કોમ્પલેક્ષમાં છેલ્લા ચાર વર્ષથી પોતાના કોચિંગ ક્લાસીસ ચલાવતો હતો. આ અગાઉ તે પેલેસ રોડ પર આવેલા એક કોમ્પ્લેક્ષમાં ક્લાસ ચલાવતો હોવાનું બહાર આવ્યુ છે. ભાસ્કર ચૌધરી મૂળ બિહીરનો વતની છે .પરંતુ સોશિયલ મીડિયા પર તેણે પોતે કોલકત્તાનો હોવાનો ઉલ્લેખ કર્યો છે અને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીઓ કરાવે છે.

શિક્ષણ વર્તુળમાં ચાલતી ચર્ચા મુજબ ભાસ્કર ચૌધરી અગાઉ સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં પ્રિન્સિપલ રિસર્ચ એન્જિનિયર તરીકે ફરજ બજાવતો હતો. ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઓફ મેનેજમેન્ટ લખનઉ ખાતે વર્ષ ૨૦૦૫માં અભ્યાસ કર્યો છે. આ અગાઉ વર્ષ ૧૯૯૩માં તેને વડોદરાની એમએસ યુનિવસટીની ટેકનોલોજી ફેકલ્ટીમાં મેટલરજી ડિપાર્ટમેન્ટમાં પણ અભ્યાસ કર્યો હતો.

Most Popular

To Top