પિસ્તા આટલા મોંઘા કેમ? કારણ જાણીને તમને લાગશે નવાઈ

નવી દિલ્હી: પિસ્તાને (pistachio) સૌથી મોંઘું ડ્રાયફ્રુટ (dry fruit) ગણવામાં આવે છે , પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે તે આટલું મોંઘું કેમ હોય છે? ખેડૂતોના કહ્યા પ્રમાણે પિસ્તાની ખેતી કરવી અને તેના ઝાડની સંભાળ રાખવી સરળ નથી. માત્ર આ જ કારણથી પિસ્તા આટલા મોંઘા છે એવું નથી, પરંતુ પિસ્તાના ઝાડ ((pista tree) પર ફળ (fruit) આવતાં 15 થી 20 વર્ષનો સમય લાગે છે . આ સિવાય પણ આવા ઘણા કારણો છે જે તેની કિંમતમાં વધારો કરે છે.

15 વર્ષ પછી માત્ર એક ઝાડ 22 કિલો પિસ્તા આપે છે
ગાર્ડનિંગ ડ્રીમના એક અહેવાલ પ્રમાણે, 15 થી 20 વર્ષ પછી એક ઝાડ તૈયાર થાય છે, ખેડૂતને તેમાંથી પિસ્તાની થોડી માત્રા જ મળે છે. સરેરાશ એક વૃક્ષ એક વર્ષમાં 22 કિલો પિસ્તા આપે છે. પિસ્તાની માંગ પ્રમાણે તેનું ઉત્પાદન હંમેશા ઘણું ઓછું હોય છે. બ્રાઝિલ એકમાત્ર એવો દેશ છે, જ્યાં પરિસ્થિતિ થોડી અલગ છે, દર વર્ષે એક ઝાડમાંથી લગભગ 90 કિલો પિસ્તાનું ઉત્પાદન થાય છે.

પિસ્તાના ભાવ વધવાના કારણ
પિસ્તા વાવ્યા બાદ ખેડૂતે 15થી 20 વર્ષ સુધી રાહ જોવી પડતી હોય છે. 15 થી 20 વર્ષ પછી તેમાં ફળ આવવા લાગે છે. તેમાંથી પિસ્તા તૈયાર કરવામાં આવે છે. આ વૃક્ષોની આટલા વર્ષો સુધી કાળજી લેવી પડે છે, તેનો ખર્ચ ઘણો થાય છે. કાળજી લીધા પછી પણ અપેક્ષા મુજબ વૃક્ષોમાંથી પિસ્તા તૈયાર થશે તેની કોઈ ખાતરી હોતી નથી. તેનું ઉત્પાદન કરવું એટલું સરળ હોતું નથી. તેને વધુ પાણી, વધુ શ્રમ, વધુ જમીન અને વધુ પૈસાની જરૂર છે. તેથી તેની કિંમતમાં પણ વધારો થાય છે.

દર વર્ષે ઉત્પાદન થતું નથી
ખેડૂતોએ વધુ જમીન ખરીદવી પડે છે અને તેની ખેતી માટે વધુ વૃક્ષો વાવવા પડે છે, જો કે ઉત્પાદન માત્ર નજીવું જેટલું જ થાય છે. તેનાથી પણ ખાસ વાત એ છે કે પિસ્તા દર વર્ષે ઝાડમાં આવતા નથી. તેથી ખેડૂતોએ બે પાક રોપવા પડે છે, જેમાં દર વર્ષે ઉપજ મળે છે. તેથી પૂરતા પ્રમાણમાં વૃક્ષો હોવા છતાં માંગ પ્રમાણે પિસ્તાનું ઉત્પાદન થતું નથી.

મોટા પાયે કામદારોની જરૂર પડે
પિસ્તાની ખેતી માટે મોટા પાયે મજૂરોની જરૂર પડે છે. દરેક પિસ્તાને હાથથી તોડીને સાફ કરવામાં આવે છે. તેઓ ગુણવત્તા અનુસાર અલગ કરવામાં આવે છે. તેમના વર્ગીકરણ દરમિયાન, તે પણ જોવામાં આવે છે કે કયું નિકાસ માટે મોકલવામાં આવશે અને કયું રાખવામાં આવશે. આ રીતે, તેમના વર્ગીકરણ માટે કામદારોને ચૂકવવામાં આવતા વેતનને કારણે તેમની કિંમત વધુ વધે છે. પિસ્તામાં અનેક પ્રકારના પોષક તત્વો હોવાને કારણે તે ફાયદાકારક છે. તેમાં પ્રોટીન, પોટેશિયમ, વિટામિન-બી6 અને કોપર મળી આવે છે. રિપોર્ટ અનુસાર પિસ્તા વજન, બ્લડ શુગર અને કોલેસ્ટ્રોલ ઘટાડવાની સાથે આંખોને સ્વસ્થ રાખે છે.

Most Popular

To Top