Charchapatra

સાહિત્ય ક્ષેત્રે આ શું ચાલી રહ્યું છે?

ગુજરાતી સાહિત્ય પરિષદના માસિક ‘‘પરબ’’માં મૂર્ધન્ય સાહિત્યકાર શ્રી ઉમાશંકર જોષીના આ શબ્દો વાંચી પ્રવર્તમાન સંજોગો અને આ શબ્દો એમના દ્વારા ઉચ્ચારાયા ત્યારની સાહિત્ય અને રાજકારણની દશામાં થોડું સામ્ય દેખાતા આ પત્ર લખવા પ્રેરાયો. શ્રી ઉમાશંકર જોષીની સાહિત્ય પ્રત્યેની ખુમારી અને એક મિજાજ એમના એક બીજા કથનમાં પણ જોવા મળે છે. એઓશ્રીએ જ્યારે દિલ્હી છોડયું અને સાહિત્ય અકાદમીના ચુંટાયેલા અધ્યક્ષની ફરજ નિભાવવાની આવી ત્યારે તે વખતના શિક્ષણ મંત્રી પ્રતાપચંદ્ર સુંદરે પૂછેલું કે, ‘‘આપની શું સેવા કરી શકું’’ ત્યારે જોષી સાહેબનો જવાબ જાણવા જેવો છે. તમારા ખાતાના સેકસન અધિકારીને એટલું સમજાવશો કે અકાદમી તે તેમની તાબેનો ઈલાકો નથી. આ વખતે પરબમાં જેમણે લેખ લખ્યો છે તેમને રાજા એલેક્ઝાન્ડરને ડાયોજીનસે જે કહ્યું હતું તે યાદ આવ્યું. તે આજના સંદર્ભમાં ખૂબ સૂચિત અને પ્રજાએ ઉપયોગ કરવા જેવું વાક્ય છે. ‘‘રાજા, આઘો હટ ને તડકો આવવા દે. અહીં તડકો આવવા દે નો અર્થ હું પ્રજાજન તરીકે એવો કરું છું કે રાજા, આઘો હટ ને પ્રજાને. સુરત     – રાજેન્દ્ર કર્ણિક    – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top