SURAT

સુરતમાં પાણીજન્ય રોગચાળો બેકાબુ, ડીંડોલીમાં દિવ્યાંગ બાળકીનું મોત

સુરત_ શહેરના કેટલાક સલ્મ વિસ્તારોમાં પાણી જન્ય રોગચાળો બેકાબુ બન્યો હોય એમ કહી શકાય છે. ડીંડોલીમાં વધુ એક દિવ્યાંગ માસુમ બાળકીનું તાવની બીમારીમાં મોત નિપજતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો. પિતા એ કહ્યું હતું કે અનન્યા જન્મથી જ દિવ્યાંગ હતી. બે દિવસ પહેલા તાવ આવ્યો ને રાત્રે તબિયત બગડી તો સિવિલ લઈ આવ્યા હતા જ્યાં ડોક્ટરોએ માસુમ અનન્યાને મૃત જાહેર કરી હતી.

બનવારી ગોડ (માસુમ અનનીયા માં પિતા) એ જણાવ્યું હતું કે તેઓ યુપી ગોરખપુર ના રહેવાસી છે. સુરતમાં ડીંડોલી સહજાનંદ સોસાયટીમાં રહે છે. કલર કામ કરી ત્રણ સંતાન અને પત્નીનું ગુજરાન ચલાવતા આવ્યા છે. રાત્રે અનન્યા (ઉં.વ. 3) ને અચાનક તાવ વધી જતાં તાત્કાલિક સારવાર માટે 108ની મદદથી સિવિલ લઈ આવ્યા હતા. જ્યાં સારવાર મળે એ પહેલાં જ અનન્યાનું મોત નીપજ્યું હતું. અનન્યા જન્મજાત દિવ્યાંગ હતી. એના મૃત્યુની ખબર બાદ પરિવાર શોકમાં સરી ગયો છે.

વધુમાં જણાવ્યું હતું કે હાલ ડીંડોલીમાં તાવ, મેલેરિયા અને ઝાડ-ઉલ્ટીના કેસ વધુ સામે આવી રહ્યા છે. લગભગ પીવાની લાઈનમાં ડ્રેનેજ લાઈનનું પાણી મિક્સ થઈ જવાનો કારણે તાવ અને ઝાડ-ઉલટીમાં લોકો સપડાય રહ્યા છે. સ્થાનિક સમાજ સેવકોએ પાલિકાને આ બાબતે રજુઆત કરી હોવાછતાં કોઈ નક્કર પરિણામ આવ્યું નથી. કેસમાં વધારો જ જોવા મળી રહ્યો છે.

ગોપીપુરામાં 8 મહિનાની બાળકીનું ઝાડા-ઊલટીમાં મોત
આ અગાઉ ગુરુવારે ગોપીપુરા વિસ્તારમાં આવેલા સીદિકી એપાર્ટમેન્ટ ખાતે રહેતા અહેજાન ખાન રિક્ષા ચલાવીને પરિવારનું ભરણ-પોષણ કરે છે. પરિવારમાં પત્ની ઉપરાંત 8 મહિનાની દીકરી ગોશિયાબાનુ હતી. ગોશિયાબાનુને જન્મજાત જ બિમારી હતી, તેવામાં તેને છેલ્લા ચાર દિવસથી ઝાડા-ઊલટીના થતાં હતા. તેણીની વધુ પડતી તબિયત લથડી જતા પરિવાર સારવાર માટે સૌપ્રથમ ખાનગી હોસ્પિટલ બાદ વધુ સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં લઇ ગયા હતા. જેનું સારવાર પહેલા જ મોત નિપજ્યું હતું.

અલથાણ એસએમસી આવાસમાં રહેતા આધેડનું મોત
તેમજ મૂળ ઓરિસ્સા ગંજામના વતની અને હાલ અલથાણ વિસ્તારમાં આવેલા એસએમસી આવાસ ખાતે રહેતા હરિહરભાઈ દંડાસી ગૌડા ( 50 વર્ષ) લૂમ્સના કારખાનામાં કામ કરીને વતનમાં રહેતા પરિવારનું ભરણ-પોષણ કરી રહ્યાં હતા. હરિહરભાઈ છેલ્લા ચાર દિવસથી તાવની બિમારીમાં સપડાયા હતા. ગુરુવારે વહેલી સવારે તેમની તબિયત વધુ લથડતાં હમવતની સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ લાવ્યો હતો. જ્યાં તેનું ટુંકી સારવાર બાદ તેમનું મોત નિપજ્યું હતું.

Most Popular

To Top