Dakshin Gujarat

સાપુતારા ઘાટમાં કાર માર્ગની સાઈડમાં ઉતરી ઝાડ સાથે ભટકાઇ

સાપુતારા : વ્યારાથી (Vyara) મહારાષ્ટ્રનાં (Maharastr) બોરગાંવ તરફ જઈ રહેલી કાર જે સાપુતારાથી વઘઇને જોડતા આંતરરાજય ધોરીમાર્ગનાં (Interstate Highway) બારીપાડા ગામ નજીક ચાલકે સ્ટિયરીંગ પરનો કાબૂ ગુમાવી દેતા અર્ટિકા ગાડી માર્ગની સાઈડનાં ખાડામાં ઉતરી જઈ વૃક્ષ સાથે ભટકાતા ઘટના સ્થળે ગંભીર અકસ્માત (Accident) સર્જાયો હતો. આ અકસ્માતનાં બનાવમાં મરાઠી પરિવારનાં બે સભ્યોને હાથ, પગ અને પીઠનાં ભાગે ગંભીર ઈજાઓ પહોચતા તેઓને પ્રથમ સારવારનાં અર્થે 108 મારફતે નજીકની શામગહાન સી.એચ.સી ખાતે ખસેડવાની તજવીજ હાથ ધરાઈ હતી. જ્યારે અન્ય બેને નજીવી ઇજા પહોચી હતી. આ અકસ્માતનાં બનાવમાં અર્ટિકા ગાડીના બોનેટનાં ભાગે જંગી નુકસાન થયુ હતુ.

વેસ્મા ખાતે પીકઅપ અને ટ્રક વચ્ચે થયેલા અકસ્માતમાં યુવાનનું મોત
નવસારી : નેશનલ હાઇવે નં. 48 ઉપર વેસ્મા ગામ પાસે પીકઅપ અને ટ્રક વચ્ચે થયેલા અકસ્માતમાં એક યુવાનનું મોત નીપજ્યાનો બનાવ નવસારી ગ્રામ્ય પોલીસ મથકે નોંધાયો છે.મળતી માહિતી મુજબ, રાજસ્થાનમાં રહેતા નરપતસિંહ અર્જુનસિંહ રાઠોડ ગત 23મીએ ટાટા ટ્રક (નં. આરજે-39-જીએ-2086) માં વડોદરાથી સામાન ભરી પુના ખાતે જતા હતા. દરમિયાન વેસ્મા ગામ પાસે ટ્રકમાં પંક્ચર પડતા ટ્રક ઉભી રાખી હતી અને પંક્ચર જોવા માટે પાછળની તરફ જતા પાછળથી આવતી મહિન્દ્રા પીકઅપ (નં. એમએચ-48-એવાય-4336) ના ચાલક અને રાજસ્થાનના ઝાલોરના કરાવડી ગામે રહેતા સુરેશ ભેરારામ બિસ્નોઈએ ઉભેલી ટ્રકના પાછળના ભાગે ટક્કર મારતા પીકઅપ ચાલક સુરેશ અને નરપતસિંહને ઈજાઓ થઇ હતી. જેથી તેઓને સુરતની ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યા હતા. જ્યાં નરપતસિંહને વધુ સારવારની જરૂરિયાત જણાતા સુરત સિવિલ હોસ્પિટલમાં રીફર કર્યા હતા. પરંતુ હોસ્પિટલમાં સારવાર દરમિયાન નરપતસિંહનું મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે બુદ્ધસિંહ રાઠોડે નવસારી ગ્રામ્ય પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા આગળની તપાસ હે.કો. જયેશભાઈને સોંપી છે.

Most Popular

To Top