Madhya Gujarat

મહિસાગરમાં મતદાર નોંધણીમાં એક દિ’માં 3 હજાર અરજી મળી

આણંદ : મહિસાગર જિલ્લામાં મતદાર નોંધણી ઝુબેશ 12મી ઓગષ્ટથી શરૂ કરવામાં આવ્યો હતો. જેમાં ચાર રવિવાર ખાસ ઝુંબેશના દિવસ તરીકે જાહેર કરી મતદાર યાદીમાં નામ દાખલ કરવા, કમી કરવા કે સુધારો કરવા માટે અરજીનો નિકાલ કરવામાં આવી રહ્યા છે. જે અતંર્ગત 21મીના યોજાયેલe મતદારયાદી ઝુંબેશમાં એક દિવસમાં 3514 અરજીઓ સાથે કુલ 4363 અરજી આવી હતી. મહિસાગર જિલ્લામાં વિધાનસભાની ચૂંટણીમાં નવા મતદારો મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે ક્ષતિરહિત મતદાર યાદી તૈયાર કરવામાં આવી રહી છે.

આ કાર્યક્રમ 12મી ઓગષ્ટથી શરૂ કરવામાં આવ્યો હતો જેમાં 21 અને 28મી ઓગષ્ટ તેમજ 4 અને 11મી સપ્ટેમ્બરના ચાર રવિવાર ખાસ ઝુંબેશના દિવસ તરીકે જાહેર કરી મતદાર યાદીમાં નામ દાખલ કરવા, કમી કરવા કે સુધારો કરવા માટે અરજીનો નિકાલ કરવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત જિલ્લામાં મતદાર નોંધણી ઝુબેશમાં 4363 અરજી મળી હતી આ ઉપરાંત 21મી ઓગષ્ટે 3514 અરજી મળી હતી તેમજ 28મી ઓગષ્ટે જિલ્લાના તમામ 974બુથ પર કેમ્પ યોજાશે, 10મી ઓક્ટોમ્બરના રોજ મતદારયાદી આખરી પ્રસિધ્ધિ કરાશે.

મહીસાગર જિલ્લાના તમામ બુથ પર 21મી ઓગષ્ટે કાર્યક્રમ દરમ્યાન 3514 ફોર્મ્સ આવ્યા હતા જેમાં નવા મતદાર તરીકેની નોંધણી માટે 1548 ફોર્મ નં-6 તેમજ સ્થળાંતરના કારણે સરનામું બદલ્યું હોય, નામ કમી કરવાનું હોય તેવા ૨૭૫ ફોર્મ નં-૭ સ્વિકારવામાં આવ્યા હતા. મતદારયાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા કર્યક્રમ હેઠળ મતદાર તરીકે નોંધણી કરાવવા હજી કોઈ યુવા મતદારો બાકી રહી ગયા હોય તો 4 અને 11 સપ્ટેમ્બર ના રોજ બીએલઓ પાસે જઈ નોંધણી કરાવી શકે છે તેમજ ચૂંટણી પંચ દ્વારા આપેલ વેબ સાઇટ http://www.nvsp.in, https://voterportal.eci.gov.in, તથા voter help line app પર ઘરે બેસીને ઓનલાઇન નોંધણી કરી શકો છો. ઉલ્લેખનીય છે કે, ચૂંટણીપંચ દ્વારા અગાઉ 1લી જાન્યુઆરીઅે 18 વર્ષ પૂરા થતાં હાેય તેવા મતદારાેના નામ ઉમેરવાની ઝુંબેશ હાથ ધરવામાં આવતી હતી. જાે કે, આ વર્ષે તેમાં ફેરફાર કરી અન્ય ચાર તારીખ પણ ઉમેરવામાં આવી છે. જેથી મતદાર યાદીમાં નામ નાેંધાવવાનું રહી ગયા હાેય તે યુવાનાેને અપીલ કરવામાં આવી છે.

Most Popular

To Top