Business

એક હાથ વગરનો શખ્સ આવી હરકત કરી વાપી રેલવે સ્ટેશન પર ચાલુ ટ્રેને ઉતરી ગયો

વાપી : ટ્રેનોમાં (Train) મુસાફરોની ઊંઘની તકનો લાભ લેવાનું તસ્કરો ચૂકતા નથી અને અનેકવિધ ચીજવસ્તુઓની ચોરી (stealing) થયાની ફરિયાદો મુસાફરો દ્વારા રેલવે પોલીસ મથકમાં (Police Station) નોંધાય છે. મુંબઈમાં મેરેજનું શુટીંગ કરી ફોટોગ્રાફર (photographer) અને તેનો મિત્ર અમલનેર જવા માટે મુંબઈ સેન્ટ્રલ સ્ટેશનથી ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા હતા. અને તેઓ સૂઈ ગયા હતા. જે તકનો લાભ તસ્કરે ઉઠાવી ફોટોગ્રાફરની બેગ ચોરી કરી ગયો હતો. આ બેગ ચોરી કરનાર ઈસમનો એક હાથ નથી અને તે વાપી રેલવે સ્ટેશન આવતા જ ચાલુ ટ્રેનમાંથી ઉતરી ગયો હતો. બેગમાં મોંઘાદાટ કેમેરા સહિત એસેસરીઝ હતી, જેની અંદાજીત કિંમત 2.45 લાખ થાય છે. જે બનાવની ફરિયાદ વાપી રેલવે પોલીસ મથકમાં કરવામાં આવી હતી.

મહારાષ્ટ્રનો વતની ચેતન પ્રકાશ મહાજન ફોટોગ્રાફી સ્ટુડિયો ચલાવે છે. મુંબઈમાં મેરેજ શુટીંગનો ઓર્ડર મળતા મિત્ર જયેશ સાથે શુટીંગ માટે ગયા હતાં. જે બાદ તેઓ પરત થવા મુંબઈ સેન્ટ્રલથી મુંબઈ સેન્ટ્રલ ભુસાવલ એકસ. ટ્રેનના જનરલ કોચમાં મુસાફરી કરી રહ્યા હતા. દરમિયાન તેઓએ બેગમાં મોંઘાદાટ કેમેરા સહિત એસેસરીઝ રાખી હતી અને તેઓ સૂઈ ગયા હતાં. જે તકનો લાભ લઈ તસ્કર બેગ ઉઠાવી ગયો હતો. બેગ ચોરી કરનાર ઈસમનો એક હાથ નથી અને તે વાપી રેલવે સ્ટેશન આવતા જ ચાલુ ટ્રેનમાંથી ઉતરી ગયો હતો. જે બનાવ અંગેની ફરિયાદ ચેતન મહાજને વાપી રેલવે પોલીસ મથકમાં કરી હતી.

નારગોલમાં ધોળા દિવસે ઘરમાં ઘૂસી તસ્કરો સોના ચાંદીના દાગીના ચોરી ગયા
ઉમરગામ : ઉમરગામના નારગોલમાં ધોળા દિવસે ઘરમાં ઘૂસી તસ્કરો સોના ચાંદીના દાગીના કિંમત રૂપિયા 1.47 લાખની મત્તાની ચોરી કરી નાસી જતા ખળભળાટ મચી ગયો હતો.

ઉમરગામ તાલુકાના નારગોલ દરા ફળિયા સંજાણ ખતલવાડ રોડ ઉપર નારગોલ ખાતે રહેતા શ્રીકાંત પ્રકાશભાઈ બારીયા શુક્રવારના રોજ કચીગામ દમણ ખાતે આવેલી કંપનીમાં નોકરીએ ગયા હતા અને પત્ની બાળકોને લઈને પોતાના પિયર નારગોલ ખાતે ગઈ હતી. તે દરમિયાન સવારે 11:30 થી સાંજના 5:30 વાગ્યા સુધી ઘર બંધ હતું. તે વખતે કોઈ અજાણ્યા ઈસમોએ મકાનના બારીનો લોખંડનો સળીયો તોડી બેડરૂમમાં પ્રવેશ કરી બેડરૂમમાં મુકેલા કબાટનું લોક તોડી સોનાનું મંગળસૂત્ર, ચેન, સોનાની વીંટી, ચાંદીના ઝાંઝર મળી કુલ રૂપિયા 1,47,000 ની ‌મત્તાના દાગીનાની ચોરી કરીને નાસી ગયા હતા. આ બનાવની નારગોલ મરીન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.

Most Popular

To Top