Dakshin Gujarat

વાપીમાં સાત પેઢીની તપાસમાં પાંચ બોગસ : કરોડોની વેરાશાખ પાસઓન કરી

વાપી : વાપી (Vapi) સ્ટેટ જીએસટી (SGST) વિભાગની તપાસમાં સાત પેઢીઓ પૈકી પાંચ બોગસ હોવાની વિગત બહાર આવી છે. ગુજરાત સ્ટેટ જીએસટી વિભાગ દ્વારા બોગસ બિલીંગ કરતા તત્વો સામે કડક હાથ કાર્યવાહી કરવા તળિયાઝાટક તપાસ કરવામાં આવી રહી છે. ગુજરાત સ્ટેટ જીએસટી વિભાગના વાપી સ્થિત અધિકારીઓએ સાત પેઢીની સ્થળ ઉપર તપાસ કરતા તે પૈકી પાંચ પેઢી બોગસ હોવાનું બહાર આવ્યું છે. સ્થળ પર પેઢી મળી આવી નથી. આમ ખોટા નામ સરનામાથી પેઢી ઊભી કરી જીએસટી થકી આર્થિક લાભ લેતા તત્વો સામે આગામી દિવસોમાં કડક હાથે કાર્યવાહી થશે.
વાપી સ્ટેટ જીએસટી ટીમની તપાસમાં તાજેતરમાં જ વાપીમાં આઠ બોગસ પેઢીને સ્થળ ઉપરની તપાસમાં શોધી કાઢવામાં આવી હતી. છેલ્લા બે દિવસમાં સાત પેઢીની તપાસમાં વાપી વિભાગના એધિકારીઓની ચકાસણીમાં પાંચ પેઢી બોગસ હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું.

આ કાર્યવાહીમાં પ્રાથમિક તપાસમાં ૫ પેઢીઓ બોગસ હોવાનું બહાર આવ્યું છે. આ બોગસ પેઢીઓએ ડોક્યુમેન્ટસનો દુરુપયોગ કર્યો હોવાનું સ્ટેટ જીએસટીની વાપીની ટીમના ધ્યાને આવ્યું હતું. આ તપાસ અને સ્થળ ઉપરની ચકાસણીની કામગીરીમાં ૫ ઇસમો મળી મળ્યા ન હતા. જેમની શોધખોળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ બોગસ પેઢીઓ દ્વારા રૂ. ૨૮ કરોડના બિલ ઇસ્યુ કરી રૂ. ૫.૦૩ કરોડની આઈટીસી (વેરાશાખ) પાસઓન કરવામાં આવી હોવાનું બહાર આવ્યું છે. સ્ટેટ જીએસટીના વાપીના એન્ફોર્સ વિભાગના અધિકારીના જણાવ્યા પ્રમાણે, આવી બોગસ પેઢીઓની મદદથી છેતરપિંડી કરીને ખોટી વેરાશાખ મેળવનાર રીયલ ટેક્ષપેયર એટલે કે બેનિફીશયરી સુધી જીએસટી સિસ્ટમથી પહોચી શકાય છે. જેથી વિભાગ દ્વારા આવી પેઢીઓ થકી ખોટી વેરાશાખ ભોગવનાર પાસેથી વેરાની વસુલાત તથા આવી પેઢીઓ ઉભી કરનાર અને તેને સંચાલિત કરતા ઇસમો સામે ધરપકડ સહિતની કાર્યવાહી કડક હાથે કરવામાં આવશે.

વાપીમાં આ પાંચ પઢી બોગસ નીકળી

  1. વી. પી. એન્ટરપ્રાઇઝ
  2. એસ. એ. ટ્રેડર્સ
  3. સીતારામ એન્ટરપ્રાઇઝ
  4. શ્રી. બાલાજી ટ્રેડર્સ
  5. એચ. વી. એન્ટરપ્રાઇઝ

Most Popular

To Top