Vadodara

વડોદરા પોલીસનો એક્શન પ્લાન: ગણેશ વિસર્જન માટે 6200 પોલીસ જવાનો તૈનાત કરાશે

વડોદરા: ગણેશ વિસર્જન (Ganesh Visarjan) સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) શહેરના (Vadodara) મહેમાન બનવાના હોય ત્યારે પોલીસના (Police) માથે ડબલ પ્રેસર થઇ ગયું છે. શહેરમાં ગણેશ મહોત્સવને લઈને નગરજનોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે ત્યારે ગણેશજીના આગમન સાથે હવે વિસર્જન પણ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે પોલીસે પૂર્વ તૈયારીઓ કરી લીધી છે. સોમવારે પોલીસ કમિશનરે ગાંધીનગર ગૃહ ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજી પોલીસના એક્શન પ્લાન વિશે માહિતી આપી હતી. પ્રેસ કોન્ફરન્સમાં જોઇન્ટ સીપી, મનોજ નિનામા, ડીસીપી, એસીપી અને પીઆઇ સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા. શહેરમાંથી નીકળનારા ગણેશ મંડળોને શાંતિપૂર્ણ રીતે વિસર્જન યાત્રા કાઢવા તથા તળાવ ખાતે પહોંચી પુર્ણ કરવા કરવા પોલીસ કમિશનરે અપીલ કરી છે.

વડોદરા શહેરમાં ગણેશ ઉત્સવ ભારે ધામધૂમથી ઉજવણી કરવામાં આવતી હોય છે. 10 દિવસ સુધી શ્રીજીની પૂજા અર્ચના કર્યા બાદ અનંત ચૌદસના દિવસે શ્રીજીને ભાવભીની વિદાય આપવા માટે વિવિધ ગણેશ મંડળો દ્વારા વિસર્જન યાત્રા કાઢવામાં આવતી હોય છે. 28 સપ્ટેમ્બરના રોજ નીકળનારી વિસર્જન યાત્રાઓમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેના માટે પોલીસ તંત્રે એક્શન પ્લાન બનાવી લીધો છે. પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા સોમવારે ગાંધીનગર ગૃહ ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. જેમાં તેઓએ જણાવ્યું હતું કે શહેરમા ગણેશ વિસર્જન બાદ ઈદ એ મિલાદના જુલુસ નીકળવાના છે. ત્યારે કોઈપણ લોકોના મોબાઈલ પર કોઈ પણ જાતની અફવા કે મેસેજ આવે તો તેને સોશિયલ મીડિયા પર વાયરલ કરવા નહીં.

કારણ કે વિસર્જન દરમિયાન સાયબર કાયમ સહિતની એજન્સીઓની બાજ નજર રાખીને બેસી છે. જો કાયદો અને વ્યવસ્થા બગડે એવો મેસેજ કે અફવા કોઈપણ વ્યક્તિ મેસેજ વાયરલ કર્યો હોવાની માહિતી મળશે તો આ વ્યક્તિ સામે કાર્યવાહી કરાશે. આવો કોઈ ભડકાઉ મેસેજ આવે તો 100 નંબર પર જાણ કરવા પણ અપીલ કરી છે. વિસર્જન ટાણે પોલીસ બંદોબસ્ત માટે વડોદરા શહેર જિલ્લા બહારથી પણ અનુભવી અધિકારીઓને બોલાવવામાં આવ્યા છે. ગાંધીનગર ગૃહ ખાતે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં જેસીપી મનોજ નિનામા, ડીસીપી, એસીપી અને પીઆઇ સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા.

મહિલીઓની છેડતીના બનાવ ન બને માટે 44 શી ટીમના વ્યવસ્થા કરાઇ
શહેરના વિવિધ વિસ્તારમાંથી શ્રીજીની વિસર્જન યાત્રામાં મોટાભાગે યુવતીઓ અને મહિલાઓ મોટી સંખ્યામાં આવતી હોય છે, અને ડીજેના તાલે ડાન્સ કરતી હોય છે. ત્યારે આ ગણેશ ભક્તોની ભીડમાં આ મહિલાઓ સાથે કોઈ છેડતીનો બનાવ ન બને માટે પોલીસ કમિશનરે દ્વારા શી ટીમને તૈનાત કરવામાં આવશે જેના માટે સમગ્ર શહેરના 22 પોલીસ સ્ટેશનમાંથી 44 શી ટીમની બનાવવામાં આવી છે. જેના ટીમના સભ્યો યાત્રામાં સાદા કપડામાં ફરજ બજાશે.

ગણેશ વિસર્જન દરમિયાન 6200 જેટલા પોલીસ જવાન તૈનાત કરાશે
શહેરમાંથી 1800 ગણેશ મંડળો દ્વારા રજિસ્ટ્રેશન થયા છે. ત્યારે અનંત ચૌદસના દિવસે આ મંડળો સહિતના લોકો દ્વારા ગણપતિની વિસર્જન યાત્રા નીકળવાની છે ત્યારે શહેરના ચાર દરવાજા વિસ્તારમાં પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. જેમાં 10 ડીસીપી 25 એસીપી 85 પીઆઇ, 168 પીએસઆઇ 2700 હોમગાર્ડ, 600 ટીઆરબી જવાન મળીને 6200 પોલીસ જવાનો ખડે પગે ફરજ બજાવશે. સાથે રેપિડ એક્શન ફોર્સ, સીઆરપીએફ એસઆરપી આરપીએફ સહિતની ટીમોની પણ મદદ લેવામાં આવશે. 600 બોડીવેલ કેમેરા સાથે પોલીસ તેનાત રહેશે. પોલીસના 50 વિડીયોગ્રાફર ડીજે સાથે રહેશે.

Most Popular

To Top