SURAT

વડોદના પેલેડિયમ ઇન્ફ્રામાં પોલીસે પકડ્યા નહીં અને બિલ્ડરો આગોતરા જામીન લઈ આવ્યા

સુરત: વડોદના (Vadod) પેલેડિયમ ઇન્ફ્રામાં (Palladium Infra) બે મજૂરનાં મોત (Two Leabor) પ્રકરણમાં પોલીસ પકડથી બચવા માટે પેલેડિયમ ઇન્ફ્રાના બે બિલ્ડરે (Bulder) કરેલી આગોતરા જામીનઅરજી (Anticipatory Bail) સુરતની કોર્ટે મંજૂર કરતો હુકમ કર્યો હતો. આ આખા પ્રકરણમાં પોલીસ તપાસ સામેજ પ્રશ્નાર્થ ચિન્હ મુકાઇ ગયું છે. અમદાવાદમાં એક તરફ લિફ્ટ પટકાતાં છ મજૂરનાં થયેલા મોતમાં બિલ્ડરોનાં જામીન આજદિન સુધી થયાં નથી. અમદાવાદમાં છ મજૂરનાં મોત થયાં હતાં. સુરતમાં પોલીસની તપાસ પહેલેથી જ શંકાના દાયરામાં એટલે આવી છે. કેમ કે, આ કેસમાં બે ભાગીદાર પૈકી જયેશ પટેલ અને ફિરોઝ બદામીની પોલીસ દ્વારા કોઇ પૂછપરછ જ કરવામાં આવી નથી. તેઓ સામે કોઇ ગુનો પણ દાખલ કરવામાં આવ્યો નથી.

ભૂમિકા દબાણ હેઠળ હોવાની ક્યાં તો શંકાસ્પદ હોવાની વિગતો ચર્ચામાં છે
આ મામલે પોલીસની ભૂમિકા દબાણ હેઠળ હોવાની ક્યાં તો શંકાસ્પદ હોવાની વિગતો ચર્ચામાં છે. અલબત્ત, બે મજૂરનાં મોત પછી આ મામલે પાંડેસરા પોલીસ દ્વારા તપાસના નામે જે તમાશો કરવામાં આવ્યો છે તેમાં મોતનો મલાજો જળવાયો નથી.અમે એડિ. સીપી શરદ સિંગલ સાથે વાત કરી તો તેમણે કોર્ટે તેની રીતે ચુકાદો આપી શકે તેમ છે તેમ જણાવ્યું હતું. અલબત્ત, તેમણે પોલીસ તપાસ શંકાના દાયરામાં છે કે નહીં એ મામલે વધુ વિગત બીજા દિવસે આપવા જણાવ્યું હતું. તેમણે જવાબ આપવાનું ટાળ્યું હતું. ભૂતકાળમાં ઉમરા પોલીસમાં આવા અકસ્માત કેસમાં પોલીસ દ્વારા પહેલા ઉદ્યોગપતિને છોડી દેવામાં આવ્યો હતો.

બિલ્ડરોની સામે સપરાધ મનુષ્યવધનો ગુનો
બાદ પોલીસ દ્વારા આકરું વલણ અપનાવાતાં અતુલ વેકરિયાએ જેલના સળિયા ગણવા પડ્યા હતા.
આ કેસની વિગત મુજબ પાંડેસરામાં નવી બંધાતી પેલેડિયમ ઇન્ફ્રા નામની બિલ્ડિંગમાં લિફ્ટ તૂટી પડવાને કારણે આકાશ બોરસે અને નિલેશ પાટિલનાં મોત નીપજ્યાં હતાં. આ બંનેનાં મોતને લઇ પાંડેસરા પોલીસે કોન્ટ્રાક્ટર તેમજ બિલ્ડરોની સામે સપરાધ મનુષ્યવધનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.

આગોતરા જામીન, જ્યારે અન્ય ચારનાં રેગ્યુલર જામીન મંજૂર
આ ફરિયાદને લઇ પાંડેસરા પોલીસે અજય સંજય બોરસે, પ્રદીપ ભગવાન કાપુરે, પ્રશાંત શિવાજી સરકલે તેમજ જેમીન જયંતી પટેલની ધરપકડ કરી જેલમાં મોકલી દીધા હતા. ઉપરાંત પેલેડિયમ ઇન્ફ્રાના બિલ્ડરો નામે જય અરુણ નાયક તેમજ ઝુલ્ફીકાર રજબઅલી બદામી પોલીસ પકડથી બચવા માટે ભૂગર્ભમાં ઊતરી ગયા હતા. જેલમાં બંધ ચારેય આરોપી તેમજ પોલીસ પકડથી દૂર બંને બિલ્ડરે સુરતના સ્થાનિક વકીલ કલ્પેશ દેસાઇ, સંકેત દેસાઇ અને હાર્દિક દેસાઇ મારફતે સુરતની કોર્ટમાં આગોતરા જામીનઅરજી કરી હતી. જે અરજી ચાલી જતાં કોર્ટે બંને પક્ષની દલીલો બાદ બિલ્ડરોનાં આગોતરા જામીન, જ્યારે અન્ય ચારનાં રેગ્યુલર જામીન મંજૂર કરતો હુકમ કર્યો હતો.

Most Popular

To Top