SURAT

સુરત સિવિલ હોસ્પિટલમાં 5 વર્ષનાં બાળકને શ્વાન કરડી ગયું

સુરત: સુરતના અલગ અલગ વિસ્તારમાંથી આજે વધુ બે બાળક સહિત ચાર જણા ને શ્વાન કરડ્યા (Dog bite) હોવાના બનાવો સામે આવ્યા છે. એટલું જ નહીં પણ વધતા જતા શ્વાન એટેકના (Attack) કેસ ને લઈ સોસાયટીવાસીઓ ની ઉંઘ હરામ થઈ ગઈ છે. આજે સુરત સિવિલ હોસ્પિટલમાં (Hospital) જુના 35 અને નવા 15 જણા એ ડોગ બાઈટ ની રસી (Vaccine) લેવા આવ્યા હોવાનું સ્ટાફ નર્સે જણાવ્યું છે.

શિવમ સરજુ મહંતો (ઉ.વ.12)એ ઘટના અંગે જણાવ્યું હતું કે હું ધોરણ-8 માં અભ્યાસ કરું છું બુધવાર ની સાંજે VR મોલ નજીકના સુમન આનંદ એપાર્ટમેન્ટ માં ટ્યુશને જતો હતો અચાનક રખડતું શ્વાન દોડીને ભસવા લાગ્યું ત્યારબાદ થાપા ઉપર બાઈટ ભરતા બુમાબુમ કરી તો ભાગી ગયુ હતું. તેઓ મૂળ ઝારખંડના રહેવાસી છે અને પિતા લોન્ડ્રી કામ કરે છે

બીજા કેસમાં સોનુ બાપુરાવ થોસર (ઉ.વ.33)એ જણાવ્યું હતું કે તે ડિલિવરી બોય છે. ભેસ્તાન પ્રિયકા ગ્રીન પાર્કમાં રહે છે. ઘટના બુધવાર સાંજની છે. એપાર્ટમેન્ટમાં એક પાલતુ ડોગી દોડીને આવ્યું અને રમતા રમતા આંગળી પર બાઈટ કરી લીધું હતું. ડરના મારે નજીકના ક્લિનિક પર જતાં સિવિલ જવા સલાહ અપાઈ હતી. આજે સિવિલ આવતા ડોગ બાઈટ ની રસી અને કાઉન્સિલિંગ કરાતા ડર ઓછો થયો હતો.

કિરણ પટેલ (સ્થાનિક રહેવાસી ઘોડદોડ રોડ)એ જણાવ્યું હતું કે આજે લગભગ બપોરે 12 વાગ્યા ની વાત હતી. એક રીક્ષા ચાલક પેસેન્જર ઉતારવા ઝેવિયર્સ શાળા પાછળ સોહમ હાઉસ એપાર્ટમેન્ટ બહાર આવ્યો હતો. અચાનક ગલી ડોગ દોડીને આવ્યું અને રીક્ષા ચાલકને કરડી પડ્યું હતું. બુમાબુમ થઈ જતા ડોગી ભાગી ગયું હતું ત્યારબાદ રીક્ષા ચાલક પણ ત્યાંથી નીકળી ગયો હતો. એક મહિનામાં લગભગ 5-6 જણા ને આ ગલીમાં ડોગ બાઈટ કરતું આવ્યું છે.

સિવિલ હોસ્પિટલની પરિચારિકાએ જણાવ્યું હતું કે 5 વર્ષનાં બાળકને શ્વાન કરડી ગયું હતું. તપાસ કરતા ખબર પડી હતી કે પિતા સારવાર કરાવવા માસુમ પુત્ર સાથે આવ્યા હતા. સારવાર બાદ છાંયડા ટ્રસ્ટની દવા બારી પર દવા લેવાની લાઈનમાં ઉભા રહેતા રખડતું શ્વાન એમના બાળક ને કરડી ગયું હતું. તાત્કાલિક દોડીને આવ્યા હતા અને ડોગ બાઈટની રસી લીધા બાદ રાહતનો શ્વાસ લીધો હતો.

Most Popular

To Top