SURAT

વડાપ્રધાનના જન્મદિને સુરતમાં વેક્સિનેશન મેગાડ્રાઈવ: રજિસ્ટ્રેશન વિના મુકાવી શકાશે રસી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણી માટે વિશેષ તૈયારીઓ થઈ છે. સુરત મનપા તંત્ર દ્વારા શહેરમાં મહાવેક્સિનેશન અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. સવારે 5 વાગ્યાથી જ મનપાના કર્મચારીઓ વેક્સિનેશનની કામગીરીમાં જોતરાઈ ગયા છે. આજે એક જ દિવસમાં શહેરના 3 લાખ નાગરિકોને વેક્સિન મુકવાનો તંત્રનો ટાર્ગેટ છે. શહેરમાં કોમ્યુનિટી હોલ, ખાનગી-સરકારી શાળા, વિવિધ સમાજની વાડી, ક્લબ ખાતે વેક્સીનેશન કેમ્પના આયોજનો કરાયા છે. મનપાનોસ્ટાફ સવારથી જ લોકોને વેક્સીન લેવા સમજાવી રહ્યો છે.

17 મી સપ્ટેમ્બરે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિવસ છે. ત્યારે તેમના જન્મદિનની ઉજવણીના ભાગરૂપે સુરત મહાનગરપાલિકા દ્વારા મહાવેક્સિનેશન અભિયાનની તૈયારી કરવામાં આવી છે. શહેરમાં આજે શુક્રવારે એક જ દિવસમાં ત્રણ લાખ લોકોને વેક્સિન આપવાની ગોઠવણ કરવામાં આવી છે. વહેલી સવારે 5.30 કલાકથી જ વેક્સિનેશનની કામગીરી શરૂ થઈ ગઈ છે, જે રાત્રિના 9 વાગ્યા સુધી ચાલુ રહેશે. શહેરમાં અત્યાર સુધીમાં વેક્સિનેશન માટે લાયક હોય તેવા કુલ 35.21 લાખ લોકોની ઓળખ થઇ હતી. તેમાંથી 31 લાખ લોકોને પહેલો ડોઝ અને 12.48 લાખ લોકોને બંને ડોઝ મળી ચૂક્યા છે. ત્યારે જો લોકો જાગૃતિ બતાવી મહાવેક્સિનેશન કેમ્પનો લાભ ઉઠાવે તો એક જ દિવસમાં બાકી રહેલા તમામ લોકોને પ્રથમ ડોઝ તો મળી જ જાય તેવી સ્થિતિ થઇ શકે છે.

સુરત મહાનગરપાલિકા દ્વારા શુક્રવારે વડાપ્રધાન મોદીના જન્મદિવસ નિમિત્તે શહેરનાં 415 વેક્સિનેશન સેન્ટર પરથી 3 લાખ લોકોને વેક્સિન મૂકવા માટે આયોજન કર્યું છે. 89 સેન્ટર ઉપર ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવનારને વેક્સિન અપાશે. જ્યારે 324 સેન્ટર પર લોકો સીધા જઈ પહેલો કે બીજો ડોઝ મુકાવી શકશે. સુરત મહાનગરપાલિકાએ સરકાર પાસે 5 લાખ ડોઝની માંગણી કરી છે. સુરત મહાનગરપાલિકાએ વહેલી સવારે 5.30 વાગ્યાથી રાત્રિના 9 વાગ્યા સુધી વેક્સિનેશનનું આયોજન કર્યું છે.

મનપાના કર્મચારીઓ ઘરેઘરે જઈ લોકોને રસી લેવા સમજાવી રહ્યાં છે

પીએમ નરેન્દ્ર મોદી ના જન્મદિવસે ગુજરાત ભરમાં મેગા વેક્સિનેશન સાથે સુરત મહાપાલિકા એ પણ આજે રસીકરણ મેગા ડ્રાઇવ નું આયોજન કર્યું છે. સુરત મનપા દ્વારા શહેરભરના કોમ્યુનિટી હોલ, વિવિધ સમાજની વાડી, ખાનગી-સરકારી શાળાઓ, પ્રાઈમરી હેલ્થ સેન્ટરો તથા મોબાઈલ વેક્સિનેશન ટીમ સહિતના સેન્ટરો વધારી કુલ 415 સેન્ટર પર રસીકરણની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. સવારથી જ મનપાના કર્મચારીઓ રહેણાંક વિસ્તારોમાં જઈ જઈને લોકોને રસીનો લાભ લેવા સમજાવી રહ્યાં છે. બે દિવસથી તંત્ર દ્વારા લોકોને મેસેજ અને ફોન મારફતે વેક્સીનેશન ડ્રાઈવ અંગે જાણકારી આપી દેવાઈ હતી.

સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં શુક્રવારે એક જ દિવસમાં ત્રણ લાખ લોકોને કોરોના વિરોધી રસી આપવા માટે આયોજન કરવામાં આવ્યું હતું જેની શરૂઆત રાત્રીના 12 કલાકે પાલિકા કમિશનર બંછાનિધિ પાનીએ રેલવે સ્ટેશન પહોંચી કરાવી હતી. આરોગ્ય કર્મચારીઓ અને મુસાફરોનો ઉત્સાહ વધાર્યો હતો

ઔદ્યોગિક વિસ્તારોમાં પણ વેક્સિનેશન કેમ્પના આયોજનો કરાયા છે. સચીન જીઆઈડીસીમાં ફાયર સ્ટેશન અને રોટરી હોસ્પિટલ ખાતે ટોકનની વહેંચણી કરી એકમોના કારીગરો માટે વેક્સીનેશન કેમ્પનું આયોજન કરાયું છે. આયોજકો દ્વારા સોશિયલ મીડિયા ઉપરાંત એકમો પર જઈ જઈ કારીગરોને વેક્સીનનો લાભ લેવા સમજાવવામાં આવી રહ્યાં છે. આ ઉપરાંત પાંડેસરા, ભેસ્તાન સહિત અનેક ઔદ્યોગિક વસાહતોમાં શ્રમિક વર્ગ વેક્સીનનો લાભ લઈ લે તે માટે તંત્ર દ્વારા દોડધામ કરવામાં આવી રહી છે.

ગુરુવારે શહેર-જિલ્લામાં કોરોના પોઝિટીવના 71 એક્ટિવ કેસ નોંધાયા
અત્યાર સુધીમાં શહેર જિલ્લામાં કોરોનાનો કુલ મૃતાંક 2115 થયો છે. ગુરૂવારે શહેરમાંથી 07 દર્દીઓ કોરોનાને માત આપી સાજા થતા તેમને રજા આપવામાં આવી હતી. અત્યાર સુધીમાં શહેર જિલ્લામાં 141479 દર્દીઓ કોરોનાને માત આપી સાજા થઈ ચુક્યા છે. ગુરૂવારે શહેર જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા વધીને 71 થઈ ગઈ છે. કોરોનાની ત્રીજી લહેર ત્રાટકે તેવો ભય હોય તંત્ર સાબદું બન્યું છે. વધુમાં વધુ લોકો વેક્સીનનો લાભ લઈ પોતાને સુરક્ષિત કરી લે તે માટે પ્રયાસો ચાલી રહ્યાં છે.

Most Popular

To Top