National

લતા અને સચિનના નામે યુ-ટર્ન : મહારાષ્ટ્રના ગૃહપ્રધાને કહ્યું કે ભાજપના આઇટી સેલના વડા છે સામેલ

લતા (lata mangeshkar) અને સચિન (sachin tendulkar)ના નામે ખેડૂત આંદોલન અંગેના ટ્વીટ કેસમાં ફરી મહારાષ્ટ્ર સરકારની તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. મહારાષ્ટ્રના ગૃહ પ્રધાન અનિલ દેશમુખે સેલિબ્રિટીઝના ટ્વિટ કેસમાં મહત્વનો ખુલાસો કરતા કહ્યું છે કે આ મામલામાં 12 આઈટી પ્રભાવકો (twitter) અને ભાજપના આઇટી સેલ (it cell)ના વડાઓના નામ પણ સામે આવ્યા છે. જે મોટી વાત કહી શકાય કારણ કે ટ્વીટ તેમના પ્રભાવ હેઠળ કરવામાં આવ્યા હતા કે નહીં તે અંગે અમે ભાજપના આઇટી સેલની ભૂમિકાની તપાસ કરી રહ્યા છીએ. 

જાણવા મળ્યું છે કે કોરોનાથી સ્વસ્થ થયા પછી, દેશમુખ નાગપુરમાં મીડિયા સાથે વાત કરી રહ્યા હતા. ગૃહ પ્રધાન અનિલ દેશમુખે કહ્યું, મેં કદી કહ્યું નહીં કે બંને (લતા અને સચિન) નાં ટ્વીટ્સ ચેક કરો. મારું નિવેદન ખોટી રીતે દર્શાવાયું હતું, મેં ક્યારેય કહ્યું નથી કે હસ્તીઓના ટ્વીટની તપાસ થવી જોઈએ. વાત કરવા જઈએ તો લતા મંગેશકર આપણા માટે ભગવાન છે, અને આખી દુનિયા સચિન તેંડુલકરનું સન્માન કરે છે. ‘

ભારતીય હસ્તીઓએ કહ્યું હતું – વિદેશીઓના ટ્વીટને અવગણો
 વિદેશી પર્યાવરણીય કાર્યકર ગ્રેટા થનબર્ગ, અમેરિકન ગાયિકા રીહાન્ના અને પોર્ન સ્ટાર મિયા ખલિફાએ ટ્વિટ કરીને ખેડૂત આંદોલનને સમર્થન આપ્યું હતું. આ લોકોએ ભારત સરકાર પર તેમની વાત નહીં સાંભળવાનો આરોપ પણ લગાવ્યો હતો. અને તેના જવાબમાં સચિન તેંડુલકર, લતા મંગેશકર, અક્ષય કુમાર અને સુનીલ શેટ્ટી જેવી હસ્તીઓએ ટ્વીટ કરીને પોતાનું મંતવ્ય જણાવ્યું હતું જેમાં લોકોને વિદેશીઓના ટ્વીટને અવગણવાની અને ભારતની એકતા અને અખંડિતતા જાળવવા અપીલ કરી હતી,

મહારાષ્ટ્ર સરકાર કરી રહી છે તપાસ
બીજી તરફ મુંબઈ કોંગ્રેસના પ્રવક્તા સચિન સાવંતે ભારતીય સેલિબ્રિટીઝના ટ્વીટમાં લખેલી ભાષા અંગે શંકા વ્યક્ત કરી હતી. અને તેમણે આરોપ લગાવ્યો હતો કે આ ટ્વીટ ભાજપના દબાણ હેઠળ કરવામાં આવી હતી. વધુમાં તેમણે કહ્યું હતું કે અક્ષય કુમાર અને સાયના નેહવાલના ટ્વીટ્સ સમાન છે. આ આરોપને આધારે પણ મહારાષ્ટ્ર સરકારે તપાસના આદેશ આપ્યા હતા.

ગૃહમંત્રીખે અગાઉ શું કહેલું ?
ગૃહમંત્રી અનિલ દેશમુખે કહ્યું હતું કે, ‘ખ્યાતનામ લોકોનાં ટ્વીટ કોઈ દબાણ હેઠળ આવ્યા છે કે કેમ? અમારી ગુપ્તચર એજન્સીઓ આ બાબતે તપાસ કરશે. ઉપરાંત અક્ષય કુમાર અને સાઇના નેહવાલના ટ્વીટ એકસરખા કેવી રીતે થયા તે પણ ખાસ જોવામાં આવશે. સુનિલ શેટ્ટીનું ભાજપ નેતાને ટેગ કરતો ટ્વીટ વિષે પણ આ મામલાની તપાસ કરવામાં આવશે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top