Dakshin Gujarat

કુંવારદા ગામે તળાવમાં ન્હાવા પડેલા 5 મિત્રોમાંથી બે કિશોર ડૂબી ગયા

હથોડા: કુંવારદા (Kunwarada) ગામે આવેલા ઊંડા તળાવમાં (Lake) રવિવારે બપોરે નજીકમાં આવેલી સોસાયટીમાં રહેતા પાંચ સગીર મિત્રો નાહવા પડ્યા હતા. આ પાંચ પૈકી બે કિશોર ડૂબી (Drowned) ગયા હતાં. ઘટના સ્થળે ભેગા થયેલા લોકોએ શોધખોળ કરીને બંનેની લાશ શોધી કાઢી હતી.

  • ગામના લોકોએ તણાવમાંથી બંને તરૂણની લાશ શોધી કાઢી

ઘટનાની વિગત એવી છે કે કોસંબા પોલીસ સ્ટેશન હદ વિસ્તારના કુંવારદા ગામે રહેતા પ્રેમસિંગ અમરસિંહ (ઉ.12), સુશીલ હરીશભાઇ સુનાર (ઉ.14) અને સુજલ (ઉ.11) તેમજ કુંવારદા ગામની નજીકમાં આવેલી આવેલી વિશ્વાસ રેસિડેન્સીમાં રહેતા રવિરાજ વિકાસ ચૌધરી (ઉંમર વર્ષ 15) અને સુરજ મનુભાઈ મિશ્રા (ઉંમર વર્ષ 15) આ પાંચ મિત્રો મોટર સાયકલ ઉપર બેસી નજીકમાં આવેલા તળાવ પર પહોંચી તળાવમાં નાહવા પડ્યા હતા. પરંતુ ઊંડા તળાવમાં આ પાંચ મિત્રો પૈકી કિશોર રવિરાજ અને સુરજ ગરક થઈ ગયા હતા. અન્ય ત્રણ કિશોરને તેમના બે મિત્રો ડૂબી ગયાનું જણાતાં બૂમરાણ કરતા ગામવાસીઓ તળાવ પાસે દોડી ગયા હતા અને ભારે શોધખોળ કરી બંને કિશોરની લાશ શોધી કાઢી હતી. બનાવની જાણ થતા તરવૈયાઓ તેમજ કોસંબા પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. કોસંબા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

સ્કૂલમાં ભણતા પાંચેય મિત્રો બપોરે ખેતરમાં ઝાડ પર ચઢી જાંબુ ખાધા બાદ તળાવમાં નાહવા પડ્યા
મૃત્યુ પામનાર રવિરાજ નજીકમાં આવેલી તક્ષશિલા શાળામાં ધોરણ 10માં ભણતો હતો જ્યારે સુરજ મલુ મિશ્રા કુંવારદાની શાળામાં અભ્યાસ કરતો હતો. આ ઉપરાંત તેના મિત્રો પ્રેમસિંગ અમરસિંગ, સુશીલ સુનાર અને સુજલ કુંવરદાની શાળામાં ભણે છે. રવિવારે બપોરે પાંચેય મિત્રો ખેતરે જાંબુના ઝાડ ઉપર ચડીને જાંબુ ખાધા બાદ તળાવ ઉપર નાહવા ગયા હતા. જ્યાં બે મિત્રો ડૂબી ગયા હતા.

Most Popular

To Top