National

તૂર્કી-સિરિયામાં 6.4ની તીવ્રતાના ભૂકંપ સાથે ફરી ધરા ધ્રુજી

નવી દિલ્હી : તુર્કી (Turkey) સીરિયામાં (Syria) સોમવારે મોડી રાત્રે ફરી એક વાર ધરતી ધ્રુજી ઉઠી હતી. ભૂકંપના (Earthquake) ફરી એકવખત જોરદાર આંચકા અનુભવાતા લકોમાં ફરી મોતની દહેશત ફેલાઈ ગઈ હતી .રિક્ટર સ્કેલ ઉપર તેની તીવ્રતા 6.4 નોંધવામાં આવી હતી. કહેવાઈ રહ્યું છે કે હતાયા પ્રાંતમાં આ ઝટકા મહેસુસ કરવામાં આવ્યા હોવાની સૂચના મળી છે.7.4ના મહાવિનાશક ભૂકંપ આવ્યા બાદ એક વાર ફરીથી તુર્કીમાં દહેશતનો માહોલ છવાઈ ગયો હતો. જમીન ઉપર પણ અફરા-તફરીનો માહોલ હતોહાલ પહેલા આવેલા ધરતીકંપની તબાહી માંથી લોકો બહાર નથી આવ્યા ત્યારે ફરી એક વાર ભૂકંપના તીવ્ર ઝટકા અનુભાવતા લકોમાં ડરનો મહિલા વધુ તીવ્ર થાયો છે. બે અઠવાડિયા પહેલા તુર્કી અને સીરિયામાં જોરદાર ભૂકંપ આવતા 45 હજારથી વધુના મોત થયા છે.

ભૂકંપ બાદ તુર્કીમાં ફરી અરાજકતા સર્જાઈ
સોમવારે ફરી એક વખત તુર્કી અને સીરિયામાં આવેલા પ્રથમ ભૂકંપના 15 દિવસ બાદ ફરી એકવાર ધરતી હચમચી ગઈ છે. તુર્કીમાં સોમવારે ફરી એકવાર જોરદાર ભૂકંપના આંચકા અનુભવાયા છે. રિક્ટર સ્કેલ પર આ ભૂકંપની તીવ્રતા 6.4 માપવામાં આવી છે. હાલમાં જાન-માલના નુકસાનની જાણકારી મળી નથી. ભૂકંપ બાદ તુર્કીમાં ફરી અરાજકતા સર્જાઈ છે. છેલ્લા 15 દિવસમાં તુર્કીમાં લગભગ અડધો ડઝન વખત ભૂકંપ આવ્યો છે. ભૂકંપનું કેન્દ્ર સ્થાન શોધવામાં આવી રહ્યું છે.

તુર્કીના રાષ્ટ્રપતિએ ઓપરેશનને સમાપ્ત કરવાની જાહેરાત કરી હતી
સોમવારે ફરી ભૂકંપ એવા સમયે આવ્યો છે જ્યારે તુર્કીના રાષ્ટ્રપતિ એર્દોગને સોમવારે બીજી વખત ભૂકંપ પ્રભાવિત વિસ્તારોમાં ચાલી રહેલા રાહત અને બચાવ કામગીરીની મુલાકાત લઈ રહ્યા હતા. તેમણે આજે તુર્કીમાં કાટમાળમાંથી લોકોને જીવતા બહાર કાઢવાના ઓપરેશનને સમાપ્ત કરવાની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે ભૂકંપને લગભગ 15 દિવસ થઈ ગયા છે. આવી સ્થિતિમાં કાટમાળમાં કોઈના બચવાની સંભાવના નથી. એટલા માટે રાહત અને બચાવ કાર્ય ટૂંક સમયમાં પૂર્ણ કરવામાં આવશે.

ભારતીય NDRFની ટીમ સોમવારે જ તુર્કીથી પરત ફરી હતી
એક દિવસ પહેલા જ ભારતીય સેના અને એનડીઆરએફની ટીમ પણ તુર્કીથી ઓપરેશન દોસ્ત ચલાવીને ભારત પરત આવી હતી. આ પછી આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તુર્કી ગયેલી ટીમ સાથે વાત કરીને તમામને પ્રોત્સાહિત કર્યા છે. ભારતના આ પ્રયાસની વિશ્વભરમાં પ્રશંસા થઈ રહી છે. યુએસ સ્ટેટ સેક્રેટરી ઓફ સ્ટેટ એન્ટની બ્લિંકને પણ રવિવારે તુર્કીના ભૂકંપથી પ્રભાવિત હેતેની મુલાકાત લીધી હતી અને તુર્કીને યુએસ 10 બિલિયન ડોલરની સહાયની જાહેરાત કરી હતી.

Most Popular

To Top