SURAT

તાવ આવ્યો અને ત્રણ જ દિવસમાં ત્રણ વર્ષના બાળકનું મોત થયું, સુરતનો પરિવાર આઘાતમાં

સુરત(Surat): શહેરના પાંડેસરા વિસ્તારમાં આઘાતજનક ઘટના બની છે. અહીં એક પરપ્રાંતીય પરિવારના ત્રણ વર્ષીય બાળકનું મોત (ChildDeath) થયું છે. તાવ આવ્યાના ત્રીજા જ દિવસે બાળકનું મૃત્યુ થતા પરિવાર આઘાતમાં સરી પડ્યો છે.

  • પાંડેસરામાં ત્રણ વર્ષના બાળકનું તાવમાં મોત : પરિવારે એક નો એક દીકરો ગુમાવ્યો

પ્રાપ્ત માહિતી અનુસાર પાંડેસરાના ગણેશનગરમાં એક ત્રણ વર્ષના બાળકને તાવ ની બીમારી સાથે સિવિલ લવાતા મૃત જાહેર કરાયો છે. એમપીના રહેવાસી પીડિત પિતા એ જણાવ્યું હતું કે સંચા ખાતામાં હેલ્પર તરીકે કામ કરે છે. કાર્તિક એક નો એક દીકરો હતો. ત્રણ દિવસથી તાવ આવતો હતો.

બબલુ બંસલ (પીડિત પિતા) એ જણાવ્યું હતું કે તેઓ મધ્ય પ્રદેશના વતની છે. સુરતના પાંડેસરા ગણેશ નગરમાં પરિવાર સાથે રહે છે. પરિવારમાં 3 વર્ષનો પુત્ર કાર્તિક, પત્ની કીરણ માતા ગીતા બંસલ સાથે રહે છે. તેઓ હેલ્પર તરીકે કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા આવ્યા છે. લગ્નના 4 વર્ષ દરમિયાન કાર્તિક રક નો એક પુત્ર હતો. ત્રણ દિવસથી તાવમાં સપડાયો હતો. લોકલ દવા ચાલી રહી હતી. આજે તબિયત બગડતા 108માં સિવિલ લઈ આવ્યા બાદ એને મૃત જાહેર કરાયો હતો.

અમરોલીમાં રત્નકલાકાર યુવતીએ ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી
સુરત: અમરોલીમાં રત્નકલાકાર યુવતીએ ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર અમરોલી વિસ્તારમાં કોસાડ આવાસમાં સુરેશભાઈ રાઠોડ પરિવાર સાથે રહે છે. પરિવારમાં પત્ની, પુત્ર અને બે પુત્રી છે. તેમની દીકરી પાયલ (23 વર્ષ) રત્નકલાકાર તરીકે કામ કરીને પરિવારને ભરણ-પોષણમાં મદદ કરતી હતી. પાયલે બુધવારે કોઈ અગમ્ય કારણસર પંખા સાથે દુપટ્ટો બાંધી, ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. પાયલે રહસ્યમય સંજોગોમાં આપઘાતનું પગલું ભરી લેતાં, પોલીસે કારણ જાણવા માટેની તજવીજ હાથ ધરી છે.

Most Popular

To Top