SURAT

વરાછાના હીરાના કારખાનામાંથી ચોર આટલી કિંમતનો એક હીરો ચોરી ગયો

સુરત: વરાછા(Varacha)ના હીરા(Diamond)ના કારખાનામાં ચોરી(Theft)નો બનાવ સામે આવ્યો છે. ચોરીમાં એક હીરો અને રૂપિયાનું બંડલ ચોરાયું હોવાની જાણકારી મળી છે. CCTV ફૂટેજ સામે આવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

  • વરાછામાં બની ચોરીની ઘટના
  • CCTV ડીવીઆર પણ થયું ગાયબ
  • ચોર ઈસમે તિજોરી તોડવાનો કર્યો પ્રયાસ
  • હીરો અને રોકડાની થઇ ચોરી

વરાછાના એક હીરાના કારખાનામાંથી ચોર દરવાજાનો નકુચો તોડી 98 હજારની કિંમતનો માત્ર એક હીરો ચોરી કરી ભાગી છૂટ્યો હોવાની ઘટના સામે આવી છે. જોકે ચોર સીસીટીવી કેમેરામાં કેદ થઈ જતા વરાછા પોલીસે આરોપીને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. રાત્રીના સમયે એક અજાણ્યો ઇસમ ચાલતો ચાલતો આવ્યો હોવાનું અને ઓફીસનો દરવાજો તોડી અંદર ઘૂસીને તિજોરી ખોલવાનો પ્રયાસ કરતો હોવાનું કેમેરામાં કેદ થઈ જતા ચર્ચાનો વિષય બન્યો છે.

સુરતમાં કઈ જગ્યાએ થઇ ચોરી?
કારખાનાના મલિક દિવ્યેશભાઈના જણાવ્યા અનુસાર, તેઓ વરાછામાં ભાડાની જગ્યા ઉપર હીરાનું કારખાનું ચલાવે છે અને બહારથી વેપારીઓ પાસે રફ હીરા લઇ હીરાને યોગ્ય આકાર આપી હીરા તૈયાર કરવાનું કામ કરે છે સાથે તેઓ 16-17 કારીગરોને રોજગારી પણ પુરી પાડે છે.

શું છે આખો બનાવ?
ઘટના એમ બની હતી કે, દિવ્યેશભાઈ પોતાના નિયમિત સમય અનુસાર સવારે 8 વાગ્યાની આસપાસ દુકાન આવ્યા હતા. દુકાન પહોંચી તેમને જોયું કે દુકાનના તાલ તુટેલી હાલતમાં પડ્યા હતા. દુકાનની અંદર કોઈકએ ચોરી કરી હોય એમ લાગતું હતું. વધુ તપાસ કરતા પોતાના ખાનામાં મુકેલો રૂપિયા 98 હજારનો રફ હીરો અને 20-20ની નોટનું કુલ 2000 રૂપિયાનું બંડલ ગાયબ હતું.

ચોરી થઇ હોવાની જાણ થતા દિવ્યેશભાઈએ 100 નંબર ઉપર પોલીસને જાણ કરી હતી અને વરાછા પોલીસમાં ફરિયાદ પણ નોંધાવી હતી. વધુમાં જાણવા મળ્યું છે કે પકડાઈ જવાના ભયથી ચોર CCTV નું આખું ડીવીઆર પણ ચોરી ગયા હતા. વરાછા પોલીસે આજુ બાજુની દુકાનોની CCTV ફૂટેજના આધારે આગળની તપાસ હાથ ધરી છે અને હાલ દિવ્યેશભાઈને પોતાનું કામ યથાવત ચાલુ રાખવાનું સૂચન આપ્યું છે.

Most Popular

To Top