Business

વોડાફોનમાં થશે મોટી છટણી, 3 વર્ષમાં 11000 કર્મચારીઓને છૂટા કરશે

નવી દિલ્હી: બ્રિટેનની ટેલિકોમ કંપની વોડાફોને જાહેર કર્યો હતો કે તે આગામી 3 વર્ષમાં પોતાના વૈશ્વિક કાર્યબળમાંથી 11000 કર્મચારીઓ ઓછા કરશે. આ નિર્ણય આવ્યો છે ત્યારે કંપનીની શેર 2 દાયકાના નીચા સ્તરે છે અને તે પોતાની સ્પર્ધાત્મકતામાં સુધારો કરવા અને ગ્રાહકો વધારવા પોતાના વેપાર માળખાને ફરીથી બનાવવા માગે છે.

વોડાફોન દ્વારા કરાઈ રહેલી આ વિશાળ છટણી કંપનીની 1 બિલિયન યુરોનો ખર્ચ બચાવવાની યોજનાના ભાગરૂપે છે જેની પ્રથમ જાહેરાત નવેમ્બરમાં કરાઈ હતી. નવા સીઈઓ માર્ગરેટા ડેલ્લા વલ્લેએ વેપારી ચપળતા અને સંસાધનોની ફાળવણીમાં વધારો સાથે, નાની અને સરળ સંસ્થા માટેનો પોતાનો દ્રષ્ટિકોણ જણાવ્યો હતો.

‘આજે હું વોડાફોન માટેની મારી યોજનાઓની જાહેરાત કરી રહી છું’, એમ વોડાફોનના ભૂતપૂર્વ ફાઇનાન્સ ચીફ ડેલ્લા વલ્લેએ જણાવ્યું હતું, જેમની ગયા મહિને સીઇઓ તરીકે નિમણૂક કરવામાં આવી હતી. ‘અમારું પ્રદર્શન સારું રહ્યું નથી. સતત સારું પ્રદર્શન કરવા માટે વોડાફોને બદલવું પડશે.’

‘મારી પ્રાથમિકતાઓ ગ્રાહકો, સરળતા અને વૃદ્ધિ છે. અમે અમારી સ્પર્ધાત્મકતા પુનઃપ્રાપ્ત કરવા માટે જટિલતાને દૂર કરીને અમારી સંસ્થાને સરળ બનાવીશું. અમારા ગ્રાહકોની અપેક્ષા મુજબની ગુણવત્તાયુક્ત સેવા આપવા માટે અમે સંસાધનોની પુનઃ ફાળવણી કરીશું’, એમ તેમણે વધુમાં જણાવ્યું હતું.

નવા નાણાકીય વર્ષમાં બહુ ઓછો અથવા કોઈ વિકાસ નહીં થાય એવી આગાહીની પ્રતિક્રિયામાં કંપનીએ ખર્ચ ઘટાડવાની યોજનાઓ બનાવી છે જેમાં કંપનીના ઈતિહાસમાં અત્યાર સુધીની સૌથી મોટી છટણી કરાશે જેમાં લગભગ 11000 કર્મચારીઓ અસરગ્રસ્ત થશે.

વોડાફોન હાલના વર્ષોમાં સંઘર્ષ કરી રહી છે અને તે અમેરિકામાં એટી એન્ડ ટી અને વેરિઝોન, ચીનમાં ચાઈના મોબાઈલ અને ચાઈના યુનિકોર્ન જેવા હરિફોથી સ્પર્ધાનો સામનો કરી રહી છે. કંપની વધતા ખર્ચ અને ગ્રાહકોની સંખ્યામાં વધારો થવાની ધીમ દરથી કંપની અસરગ્રસ્ત થઈ છે.

કંપનીની યોજના 3 પ્રાથમિકતાઓ પર કેન્દ્રિત છે: ગ્રાહક અનુભવ અને બ્રાન્ડમાં નોંધપાત્ર રોકાણ, 3 વર્ષમાં 11,000 ભૂમિકા ઘટાડાનું આયોજન, અને જર્મની ટર્નઅરાઉન્ડ પ્લાન, સતત કિંમત નિર્ધારણ ક્રિયા અને સ્પેનમાં વ્યૂહાત્મક સમીક્ષા.
વોડાફોન તેની યુકેની કામગીરીને હરીફ થ્રી યુકે (સીકે હચિસનની માલિકીની કંપની) સાથે મર્જ કરવા માટે વાટાઘાટો કરી રહી હતી, જેમાં 15 બિલિયન યુરોનો (18.7 બિલિયન ડોલર) સોદો પૂર્ણ થવાની નજીક હોવાનું કહેવાય છે.

Most Popular

To Top