SURAT

સુરતમાં શાહરૂખ ખાનની ફિલ્મ ‘પઠાણ’ રીલીઝ ન કરવા માંગ ઉઠી

સુરત: ‘પઠાણ’ (Pathan) ફિલ્મ રીલીઝ નથી થઇ તે પહેલા જ વિરોધ શરુ થઇ ગયો હતો. ફિલ્મનું પહેલી ગીત (Song) રીલીઝ થયું ત્યારથી લઇને સતત વિરોધ (Protest) થઇ રહ્યો છે. અનેક રાજ્યોમાં આ ફિલ્મની રીલીઝ પર રોક લાગવવાની માંગ કરવામાં આવી છે. ત્યારે હવે આ પઠાણનો વિવાદ હવે સુરત (Surat) પહોંચી ચુક્યો છે. વિશ્વ હિન્દુ પરિષદ (Vishwa Hindu Parishad) દ્વારા સુરત જિલ્લા કલેકટરને આવેદન પત્ર પાઠવીને આ વિવાદાસ્પદ ફિલ્મ પઠાણને ગુજરાતમાં રિલીઝ ન થવા દેવા અંગે રજુઆત કરવામાં આવી હતી. આ દરમ્યાન વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા જો ફિલ્મને ગુજરાતના થિયેટરોમાં રિલીઝ કરવામાં આવશે તો તેના બહિષ્કાર કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

બેશર્મ રંગ ગીત હિન્દુ ધર્મના અપમાન સમાન: VHP
પઠાણ ફિલ્મના એક ગીતમાં ભગવા રંગના અંતરવસ્ત્રોમાં અભિનેત્રી દિપીકા પાદુકોણ નજરે પડતાં સમગ્ર દેશમાં ભારે વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે ત્યારે સુરતમાં ફિલ્મનાં વિરોધમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા બુધવારનાં રોજ જિલ્લા કલેકટરને પાઠવવામાં આવ્યું હતું. વિશ્વ હિન્દુ પરિષદનાં કાર્યકરો હાથમાં બેનરો લઇ વિરોધ પ્રદર્શન કર્યું હતું. કલેકટરને આપેલા આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું હતું કે, હિન્દુ ધર્મના પવિત્ર, શોર્ય અને બલિદાનનોસંદેશ આપતા ભગવા રંગને પઠાણ ફિલ્મમાં બેશર્મ રંગ અને અશ્લીલ દ્રશ્યો દેખાડવામાં આવ્યા છે. જે સનામત હિન્દુ ધર્મના ધરાર અપમાન સમાન છે. આ પ્રકારના વિવાદાસ્પદ ફિલ્મ બનાવનારાઓ પ્રોડ્યુસર, નિર્દેશકો અને કલાકારો સામે વિરૂદ્ધ કાર્યવાહી કરવાની માંગ કરી હતી. તેમજ મધ્યપ્રદેશમાં જે રીતે ફિલ્મ પ્રસારિત કરવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે, તે જ પ્રકારે ગુજરાતમાં પણ ફિલ્મ પર પ્રતિબંધ લગાવવા માંગ કરવામાં આવી છે. 

હિન્દુધર્મની મજાક ઉડાવવાનું બંધ કરો: નિર્દેશ અકબરી
વિશ્વ હિન્દુ પરિષદ સુરત વિભાગના મંત્રી નિર્દેશ અકબરીએ જણાવ્યું હતું કે, હિન્દુધર્મની મજાક ઉડાવવાનું બંધ કરવામાં આવે અને જો આ પ્રકારના કૃત્ય કરવામાં આવશે તો તેનો વળતો જવાબ આપવામાં આવશે. તેઓએ ઉગ્ર વિરોધ સાથે જણાવ્યું હતું કે, તેમ છતાં જો કોઈ સિનેમા ગૃહ દ્વારા પઠાણ ફિલ્મ રિલીઝ કરવામાં આવશે તો વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા તેના અસલ મિજાજથી જવાબ આપવામાં આવશે.

Most Popular

To Top