Madhya Gujarat

ચરોતરના તલાટીઓએ કાળી પટ્ટી ધારણ કરી ફરજ બજાવી

આણંદ તા.15
આણંદ, ખેડા અને મહિસાગર જિલ્લાના તલાટીઓને જૂની પેન્શન યોજનામાં સમાવવા, ફિક્સ પગારની યોજના મૂળ અસરથી દૂર કરી પુરા પગારમાં ભરતી કરવા સહિતના પ્રશ્નોને લઈ રજૂઆતો કરવામાં આવી હતી. જેના અંતે વર્ષ 2022ની 16મી સપ્ટેમ્બરના રોજ સરકારના પાંચ મંત્રીઓની સમિતિ સાથે બેઠક કરવામાં આવી હતી.જેમાં કેટલાક પ્રશ્નોના ઉકેલ થયા હતા અને કેટલાક માંગણીઓ પડતર રીતે યથાવત રહેતા પુનઃ રાજ્ય કર્મચારી મહામંડળ દ્વારા આંદોલન કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યા છે. જે અંતર્ગત ગુરૂવારના રોજ કાળી પટ્ટી ધારણ કરી રજુઆતો કરી હતી.
બોરસદ અને ખંભાત તાલુકાના તલાટી મંત્રીઓ દ્વારા પડતર પ્રશ્નોના ઉકેલ બાબતે ગુરુવારે કાળી પટ્ટી ધારણ કરી તાલુકા પંચાયત કચેરી ખાતે તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. બોરસદ તાલુકાના તલાટી મંડળના પ્રમુખ, જયદિપ પરમાર અને મંત્રી ભવદિપ પટેલ સહિત બોરસદ તાલુકાના તમામ તલાટી કમ મંત્રીઓ તેમજ ખંભાત તાલુકા તલાટી મંડળના પ્રમુખ પરેશભાઈ પટેલ, ઉપપ્રમુખ વિજેશભાઈ ભરવાડ સહિતના મંડળના હોદ્દેદારો તાલુકાના તમામ તલાટી મંત્રીઓએ કાળી પટ્ટી ધારણ કરી આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી.

Most Popular

To Top