Vadodara

કિશનવાડી નૂર્મના મકાનની છત તૂટી : સદનસીબે જાનહાનિ ટળી

વડોદરા : વડોદર શહેરના કિશનવાડી વિસ્તારમાં આવેલા નૂમ આવાસના બ્લોક નંબર 40માં એક મકાનનો સ્લેબ તૂટી પડતા રહીશોના જીવ પડીકે બંધાયા હતા.ધડાકા ભેર અવાજ આવતા રહીશો એકત્ર થયા હતા.સદનસીબે મકાનમાં કોઈ હાજર ન હોવાથી જાનહાની થતા ટળી હતી.જ્યારે સ્થાનિક રહીશોએ તંત્ર સામે આક્રોશ વ્યક્ત કરી અન્યત્ર મકાનો આપવા માંગણી કરી હતી. વડોદરામાં ભ્રષ્ટાચાર છાપરે ચઢીને પોકારી રહ્યો છે.પરંતુ તંત્રના પેટનું પાણી હાલતું નથી.શહેરમાં વધુ એક વખત માધવનગર જેવી દુર્ઘટના થાય તેવી ગંભીર પરિસ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે.શહેરના કિશનવાડી વિસ્તાર સ્થિત નૂમ આવાસ વુડાના મકાનો આવેલા છે.જેના બ્લોક નંબર 40 માં આવેલા એક મકાનનો સ્લેબ ધડાકાભેર તૂટી પડ્યો હતો.જેના અવાજ માત્રથી રહીશો ટોળે વળ્યાં હતા.અને લોકોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો.

સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર વર્ષ 2008 બાદ કિશનવાડી વિસ્તારમાં નુર્મ આવાસ યોજના અંતર્ગત વુડાના મકાન  બનાવવામાં આવ્યા હતા.જેને હાલ 13 વર્ષ પુરા થનાર છે.ત્યારે આ વુડાના મકાનના બ્લોક 40 માં આવેલા એક મકાનની છતનો સ્લેબ એકાએક તૂટી પડ્યો હતો.જોકે સદનસીબે મકાનમાં કોઈ ન હોવાને કારણે કોઈ જાનહની થઇ ન હતી.પરંતુ સ્લેબ પડતા મકાનમાં મુકેલા સરસમાન તથા ઇલેક્ટ્રિસીટી વાયરિંગને ઘણું નુકસાન પહોંચ્યું હતું. આ બનાવને પગલે સ્થાનિક રહીશો ટોળે વળ્યાં હતા.આ પહેલા પણ અહીં આવાસોમાં એક મકાનનો સ્લેબ પડ્યો હતો.ત્યારે આજની દુર્ઘટનાને લઈ સ્થાનિક રહીશોએ હલકી ગુણવત્તાનું મટીરીયલ વાપરી ભ્રષ્ટાચાર આચરી લોકોના જીવ જોખમમાં મુક્યા હોવાના આક્ષેપ કર્યા હતા.અને સત્વરે બીજી જગ્યાએ મકાનો ફાળવી આપવા માંગણી કરી હતી.

Most Popular

To Top