ખરું કારણ

એક ગામમાં અડધી રાત્રે એક કાળો સાડલો પહેરી એક સ્ત્રી છુપાઈને ગામમાં પ્રવેશી રહી હતી.ગામની રક્ષા કરતા પહેરેગીરે અટકાવી અને કહ્યું, ‘તું કોણ છે અને ક્યાં જાય છે??? ઉભી રહે રાત્રે ગામમાં પ્રવેશવાની મનાઈ છે.કાળા કપડા પહેરેલી સ્ત્રી બોલી હું તો યમરાજાની સેવિકા છું મારું નામ મહામારી છે અને આ ગામમાં આવતીકાલથી મહામારી ફેલાવવા આવી છું.અને તમે કોઈ મને અટકાવી નહિ શકો.’

ખરું કારણ

પહેરેગીરે કહ્યું, ‘ના અમે તને ગામમાં નહી જવા દિએ ભલે તું અમારા પ્રાણ લઇ લે.’ મહામારી બોલી, ‘મેં પહેલા કહ્યું જ તેમ તમે મને નહી અટકાવી શકો પણ તમારી ગામ અને ગામવાસીઓ પ્રત્યેની નિષ્ઠા જોઇને હું તમને એક તક આપું છું.હું કાલે આવીશ તમે એક દિવસમાં ગામ લોકોને જેટલી ચેતવણીઓ આપી બચાવના પગલા લેવા હોય તે લઇ શકો છો.’

પહેરેદારો રાજા અને મંત્રી પાસે પહોંચ્યા.બચાવની તૈયારીઓ શરુ થઈ.રાજ વૈધને બોલાવ્યા.ગામલોકોને સલામતી ,સાવચેતી અને સફાઈ વિષે ઘણી ઘણી ચેતવણીઓ આપવામાં આવી.બીજે દિવસે રાત્રે મહામારી આવી.પહેરેદારોએ તેને ફરી રોકી.તેણે કહ્યું, ‘તમે મને નહી રોકી શકો.’ છતાં પણ પહેરેગીરો માર્ગમાંથી હટયા નહિ.

તેને અંદર પ્રવેશતી અટકાવવાનો સતત પ્રયત્ન કરી રહ્યા.તેમની નિષ્ઠા જોઇને મહામારીએ કહ્યું, ‘મને યમરાજાનો હુકમ છે કે જ્યાં નિષ્ઠાવાન કાર્યકરો મળે ત્યાં તું તારી તબાહી ઓછી કરજે.એટલે હું તમને ખાસ તમારી નિષ્ઠાને જોઇને વચન આપું છું કે માત્ર પાંચ ટકા ગામલોકોને બીમાર કરીશ.અને તમારી સ્વાસ્થ્ય વ્યવસ્થા તેમને બચાવી શકે તો બચાવી લે.’

આટલું બોલી કાળો સાડલો aપહેરીને સ્ત્રીરૂપે આવેલી મહામારી હવામાં ઉડી ગઈ.અને પહરેદારો કઈ ન કરી શક્યા.મ્હામાંરીએ ગામમાં કાળો કેર વર્તાવ્યો લોકો બીમાર પડવા લાગ્યા.દરેક ઘરમાં એક બીમાર વ્યક્તિ હતું.ઘણા ઈલાજ અને ઉપાય કાર્ય છતાં લોકોની મોત થવા લાગી.થોડા દિવસ ગામમાં મહામારીએ હાહાકાર ફેલાવ્યો પછી તે વળી સ્ત્રી વેશે અડધી રાત્રે ગામ છોડીને જવા લાગી.ગામની બહાર ચોકી કરતા પેલા પહેરેદારોએ તેને અટકાવી અને કહ્યું, ‘તે તારું બોલેલું પાળ્યું નથી,હવે અમે તને નહિ છોડીએ.તે કહ્યું હતું કે હું પાંચ ટકા ગામ લોકોને જ બીમાર કરીશ તેના સ્થાને તે તો અડધા ગામને બીમાર કરી દીધું.’

મહામારી જતા જતા અટ્ટહાસ્ય કરવા લાગી અને બોલી, ‘પહેરેદારો, મેં તો મારા વચન પ્રમાણે પાંચ ટકા લોકોને જ બીમાર કર્યા હતા.જે વધારે હાની પહોંચી છે તેના કારણોમાં સૌથી પહેલા લોકોના મનનો ડર, લોકોની બેકાળજી,પ્રશાશનની અવ્યવસ્થા ખરાં કારણભૂત છે.જાવ એ લોકોને પકડો …’ મહામારી વળી હવામાં ઉડી ગઈ. કોરોના મહામારીનો ડર ન રાખો પણ સાથે સાથે સાવચેતીના નિયમોના પાલનમાં બેકાળજી ન રાખો.જાગૃત રહો,જાગૃતિ ફેલાવો.

  • આ લેખમાં પ્રગટ થયેલાં િવચારો લેખકનાં પોતાના છે.

Related Posts