Business

ઈલેક્ટ્રીક વાહનો માટે ચાર્જર બનાવતી કંપનીનો IPO ખુલતાની સાથે જ છલકાયો, જાણો છેલ્લી તારીખ કઈ છે..

નવી દિલ્હી: છેલ્લાં ચારેક વર્ષમાં ઈલેક્ટ્રી વાહનોનું (EV) વેચાણ ભારતમાં (India) ખૂબ ઝડપથી વધ્યું છે. આ સાથે જ માર્કેટમાં ઈલેક્ટ્રીક વાહનો માટેના ચાર્જરની (EV Charger) ડિમાન્ડ પણ વધી છે. આ માર્કેટનું કદ વધી રહ્યું છે ત્યારે આજે દેશમાં ઈલેક્ટ્રીક વાહનો માટે ચાર્જર બનાવતી ઉત્પાદન કંપનીનો આઈપીઓ (IPO) ખુલ્યો હતો. જે થોડી જ મિનીટોમાં છલકાઈ ગયો હતો.

ચાર્જરનું ઉત્પાદન કરતી અને ઇલેક્ટ્રિક વાહનો માટે પાવર સોલ્યુશન્સ પ્રોવાઈડ કરતી કંપનીનો આઈપીઓ આજથી શેરબજારમાં ખુલ્યો છે. એક્સિકોમ ટેલિસિસ્ટમ્સનો આઈપીઓ 27મી ફેબ્રુઆરીથી બજારમાં નાણાંના રોકાણ માટે ખુલ્યો છે અને રોકાણકારો અહીં 29મી ફેબ્રુઆરી 2024 સુધી રોકાણ કરી શકે છે. આઈપીઓએ માર્કેટમાં હલચલ મચાવી દીધી છે. કારણ કે આઈપીઓ ખુલતાની સાથે જ સંપૂર્ણ રીતે સબસ્ક્રાઇબ થઈ ગયો હતો. રોકાણકારો આ કંપનીના આઈપીઓમાં મોટી માત્રામાં રોકાણ કરી રહ્યાં છે.

જો તમે આ કંપનીના આઈપીઓમાં રોકાણ કરવા માંગો છો તો તમારી પાસે આજથી 29 ફેબ્રુઆરી સુધી ઈશ્યુ ભરવાની તક છે. કંપનીએ આ આઈપીઓની પ્રાઇસ બેન્ડ 135-142 રૂપિયાની વચ્ચે નક્કી કરી છે. તેની લોટ સાઈઝ 100 શેર અને ઈશ્યુ સાઈઝ 429 કરોડ રૂપિયા છે.

રૂ. 429 કરોડના ઇશ્યુ સાઈઝમાં રૂ. 329 કરોડની નવી ઇક્વિટી અને રૂ. 100 કરોડની OFSનો સમાવેશ થાય છે. એન્કર રોકાણકારોને રૂ. 142ના ભાવે 1.25 કરોડ શેર જારી કરવામાં આવ્યા છે. ક્વોન્ટ મ્યુચ્યુઅલ ફંડ, જેએમ નાણાકીય મ્યુચ્યુઅલ ફંડ, એસબીઆઈ જનરલ ઈન્સ્યોરન્સ, બજાજ આલિયાન્ઝ લાઈફ ઈન્સ્યોરન્સ જેવા ફંડ આ આઈપીઓમાં સામેલ છે.

આ કંપની શું કરે છે?
એક્ઝિકોમ ટેલી સિસ્ટમ્સ (Exicom Tele Systems) એ પાવર મેનેજમેન્ટ સોલ્યુશન્સ પ્રોવાઈડર છે. તે બે બિઝનેસ સેગમેન્ટ ઈવી ચાર્જર સોલ્યુશન્સ બિઝનેસ અને પાવર સોલ્યુશન્સ બિઝનેસ હેઠળ કામ કરે છે. આ કંપની 1994 થી કામ કરી રહી છે. તમને જણાવી દઈએ કે કંપનીએ ભારતમાં 6000 એસી અને ડીસી ચાર્જર લગાવ્યા છે.

Most Popular

To Top