Dakshin Gujarat

ઝઘડિયા GIDCથી નીકળેલા ટેન્કરમાંથી સોડા કાઢીને ડ્રાઈવરે આ વસ્તુ ભરી દીધી, પછી થયું આવું

ભરૂચ,ઝઘડિયા: ડીસેમ્બર-૨૦૨૨ના ત્રણ દિવસમાં રોડ લાઈન્સના ટેન્કર ડ્રાઈવરે ઝઘડિયા GIDC ડીસીએમ કંપનીમાંથી કોસ્ટિક સોડા લાઈ ભરીને સુરત હજીરા અદાણી પોર્ટ પર લઇ જતા રસ્તામાં સગેવગે કરીને પાણી ઉમેર્યું હતું. જ્યાં આ ટેન્કરમાં કોસ્ટિક સોડા લઈમાં પ્યોરીટી બીલ કરતા ઓછો પરસેન્ટ નીકળતા રીજેક્ટ થતા પાર્કિંગમાં મૂકી દેવાની ઘટના બની હતી.જે બાબતે રોડ લાઈન્સ ભાગીદારે ટેન્કર ચાલક સામે રૂ.૩.૦૪ લાખનો કોસ્ટિક સોડા લાઈ સગેવગે કરતા ઝઘડિયા પોલીસમાં ગુનો દાખલ કર્યો હતો.

  • ઝઘડિયા GIDCની એક કંપનીમાંથી ટેન્કરના ડ્રાઈવરે કોસ્ટિક સોડા લાઈને રસ્તે જ અડધું મટીરીયલ્સ સગેવગે કરતા પોર્ટ પર રીજેક્ટ થયું, મોડે મોડે પણ ફરાર થયેલો ડ્રાઈવર સામે ગુનો દાખલ
  • ઝઘડિયા GIDCના ડીસીએમ શ્રી આલ્ક્લીક કંપનીમાંથી ટેન્કરમાં રૂ.૬,૦૪,૪૫૫/-ભરીને નીકળતા અડધે રસ્તે જ ડ્રાઈવરે રૂ.૩.૦૪ લાખને સગેવગે કરીને પાણી ભરી દીધું હતું.
  • ઝઘડિયા કંપની પરથી બીલમાં પ્યોરીટી ૪૯.૨૦૦ ટકા હતું જયારે પોર્ટ પર માત્ર ૧૭ ટકા હોવાથી ટેન્કર રીજેક્ટ થતા ડ્રાઈવર ભાગી છૂટ્યો
  • રોડ લાઈન્સના ભાગીદારે ખુદ ટેન્કરના ડ્રાઈવર સામે રૂ.૩.૦૪ લાખનો કોસ્ટિક સોડા લાઈ સગેવગે કરતા વિશ્વાસઘાત અને નુકશાનીની ફરિયાદ

અંકલેશ્વરની ભાગીદારીમાં દીપકલા રોડ લાઈન્સના પ્રીતકુમાર જતીનભાઈ પટેલએ એક ટેન્કર નં-GJ-૦૬ AT-૩૪૭૮ હતું.જેમાં આ ટેન્કરમાં ડ્રાઈવર તરીકે દીપક અશોકસિંગ રહે-રાયા સંત રવિદાસ નગર,ભદોઈ ઉત્તરપ્રદેશ,હાલ રહે-૬૪,ડ્રીમસીટી,ગાર્ડન પાસે જીતાલી રોડ, અંકલેશ્વર કામ કરતા હતા. પાંડેસરા સુરત ખાતે નિકેન લોજીસ્ટીક કંપની ઝઘડિયા GIDC ખાતે આવેલી ડીસીએમ શ્રી રામ આલ્ક્લીક કંપનીમાંથી કોસ્ટિક સોડા લાઈ ભરીને અદાણી પોર્ટ હજીરા સુરત ખાતે ડિલીવરી કરવા તેમનું ટેન્કર ભાડે આપ્યું હતું.

તા-૧૦/૧૨/૨૦૨૨ના રોજ આજ ટેન્કરમાં ડ્રાઈવર તરીકે દીપક અશોકસિંગ ઝઘડિયા GIDCમાં ડીસીએમ શ્રી આલ્ક્લીક કંપનીમાં ૧૨.૪૮૩ મેટ્રિક ટન કિંમત રૂ.૬,૦૪,૪૫૫/-લિકવીડ કોસ્ટિક સોડા લાઈ ભરીને બપોરે પોણા એક વાગ્યે સુરત હજીરા ખાતે ખાલી કરવા નીકળ્યો હતો. સમગ્ર પ્રકિયામાં તા-૧૩/૧૨/૨૦૨૩ના રોજ નિકેન લોજીસ્ટીકના માલિક મોન્ટુ પટેલનો એવો ફોન આવ્યો કે ડીસીએમ કંપની પરથી ફોન આવ્યો કે તમે મોકલેલું કોસ્ટિક સોડા લાઈનું ટેન્કર રીજેક્ટ થયું છે. જેથી રોડ લાઈન્સના પ્રીતકુમાર અને તેમના ભાગીદાર હર્ષ સંજયભાઈ ઠુમર હજીરા ખાતે જઈને પાર્કિંગમાં મુકેલા ટેન્કરમાં ડ્રાઈવર દીપક અશોકસિંગ ન હતો. નિકેન લોજીસ્ટીકને મળતા જણાવ્યું હતું કે બીલમાં પ્યોરીટી ૪૯.૨૦૦ ટકા છે અને જે માલ આવ્યો તેમાં પ્યોરીટી માત્ર ૧૭ ટકા છે.

જે જોતા કોસ્ટિક સોડા લાઈનું વેલ્યુ રૂ.૩ લાખ થાય છે. જેથી ટેન્કરના ડ્રાઈવર દીપક અશોકસિંગે રૂ.૩,૦૪,૦૦૦/-કોસ્ટિક સોડા લાઈને સગેવગે કરીને પાણીનો ઉમેરો કરતા આખું ટેન્કર રીજેક્ટ થયા બાદ આજે પણ હજીરા પોર્ટના પાર્કિંગમાં પડેલું છે. સમગ્ર ઘટના અંગે ડ્રાઈવરની તેના ઘરે તેમજ ઉત્તર પ્રદેશમાં ભારે શોધખોળ બાદ પણ ન મળ્યો હતો. જે બાબતે રોડ લાઈન્સના પ્રીતકુમાર પટેલે ઝઘડિયા પોલીસમાં ફરિયાદ આપતા ડ્રાઈવર દીપક અશોકસિંગ વિરુદ્ધમાં વિશ્વાસઘાત અને નુકશાની માટે ગુનો નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.

Most Popular

To Top