Charchapatra

કોટ વિસ્તારનું ૪૦૦ વર્ષ પૌરાણિક શ્રી અંબાજી માતા મંદિર  રાષ્ટ્રીય જાહેર સ્મારકનો દરજ્જો પામે!

આજથી ૧૦૦ – ૧૨૫ પૂર્વે મેડિકલ સાયન્સ અને ટેક્નોલોજી વિકસિત નો’હતી, લોકો પણ અજ્ઞાત – અબૂધ હતા ત્યારે પ્લેગ તાવ નામક વૈશ્વિક મહામારીએ ઠેરઠેર હાહાકાર અને આતંક મચાવ્યો હતો, પ્લેગના તાવથી મરકી ફાટી નીકળતા ઉંદરો પણ દીવાલો ઉપરથી ટપોટપ ટપકીને મરણને શરણ થતા હતા ત્યારે સર્વત્ર ત્રાહિહામ મચી ગયેલ હતો તે જમાનામાં એક શ્રદ્ધા અમીચંદના છંદોની અસર્જરક રીતે કામે લાગી હતી! શ્રધ્ધાનો હો વિષય તો પુરાવાની શી જરૂર?!કુરાનમાં તો ક્યાંય પયંબરની સહી નથી…!

આમ,અમીચંદ સ્વ રચિત શાંતિનો છંદ ૭૨ મૉ પ્લેગના જોરથી થતી મરકી દૂર કરવા માટે સ્તુતિ રુપે અત્રેના સુરત ખાતે ભાગળ સ્થિત અંબાજી રોડ મુકામે આવેલ પ્રાચીન જુના અંબાજી મન્દિરે ભક્તજનો ઘ્વારા ગવાયેલ હતો (અત્રે ઉલ્લેખનીય એ છે કે, છત્રપતિ શિવાજી મહારાજ સુરતમાં આક્રમણ માટે આવતા ત્યારે ત્યારે અચૂક જ માજીને નમન કરી આશીર્વાદ પ્રાપ્ત કરતા ) અલબત્ત તે સમયે શાંતિનો છંદ અને માજીની સ્તુતિ અમીચંદના સ્વ રચિત છંદે કરેલ હતી ખેર, સરકારના પ્રવાસન, યાત્રાળુ, દેવ અને દેવ સ્થાન સંચાલન વિભાગે તેમજ પુરાતત્વ ખાતાએ રાજ્યનાં ધરોહર ગણાતા અને લાખો ભક્તોની આશથાના પ્રતિક સમાન 400 વર્ષ જુના ઐતિહાસિક શ્રી અંબાજી માતા મંદિરનો વિકાસ – ઉત્કૃષ કરી રાષ્ટ્રીય સ્મારક જાહેર કરવું રહ્યું ! અલબત્ત મોદી પ્રખર માઇ ભક્ત છે અને માજીની અપાર શક્તિ ભક્તિ તથા આશીર્વાદથી સમગ્ર રાષ્ટ્રને વિશ્વગુરુનાં નકશેકદમ ઉપર મુક્વા માંગે છે! ત્યારે યક્ષ પ્રશ્ન એ થાય કે મોદી છે ત્યાં સુધી બધું જ મુમકીન છે,હવે મોદી સુરતનાં પૌરાણિક શ્રી અંબાજી મન્દિરે પધરામણી કરી તેને એક રાષ્ટ્રીય સ્મારક જાહેર કરવા અંગે શું નિર્ણય લ્યે છે!?એ સમયનો તકાજો છે!
સુરત     – સુનિલ રાજેન્દ્ર બર્મન.-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top