Gujarat

ટેકનોલોજીનો ભરપૂર ઉપયોગ કરો પણ પ્રાકૃતિક ખેતી જ કરો: આચાર્ય દેવવ્રત

ગાંધીનગર: ખેતીમાં (Farming) ટેકનોલોજીનો (Technology) ભરપૂર ઉપયોગ કરજો પણ પ્રાકૃતિક ખેતી જ કરજો. ઓરિસ્સાને પ્રાકૃતિક ખેતી સાથે જોડશો તો ભવિષ્ય વધુ ઉજવળ બનશે તેવું રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે જણાવ્યું હતું.
ઓરિસ્સાના 13 મગફળી ઉત્પાદક સંઘના પ્રતિનિધિ ખેડૂતો ગુજરાતમાં (Gujarat) મગફળીની ખેતીના અભ્યાસ માટે આવ્યા છે. આ ખેડૂતો (Farmer) આજે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની મુલાકાત લીધી હતી.

મગફળીના ઉત્પાદનમાં ગુજરાત મહત્વનું સ્થાન ધરાવે છે. ઓરિસ્સાનાં જળ, જમીન અને હવામાન મગફળીના પાકને અનુકૂળ છે, છતાં ચાર લાખ મેટ્રિક ટન મગફળીનું ઉત્પાદન થાય છે. ગુજરાતનો અભ્યાસ કરીને ઓરિસ્સામાં પ્રાકૃતિક ખેતીથી મગફળીનું ઉત્પાદન વધારો. ઉત્પાદન ખર્ચ ઓછો આવશે અને ખેડૂતોની આવક બમણી થશે. ખેતીમાં રાસાયણિક ખાતરો અને પેસ્ટીસાઈડ્સના બેફામ ઉપયોગથી મનુષ્યના જીવનમાં રોગની સમસ્યાઓ વધી છે. તમામ સમસ્યાઓનું સમાધાન પ્રાકૃતિક ખેતીમાં જ છે. ઓરિસ્સાના ખેડૂતો પણ પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવે એ માટે તેમણે અનુરોધ કર્યો હતો
લાઈવલીહૂડ ઑલ્ટરનેટીવ્ઝ સંગઠનના અધ્યક્ષ સંબિત ત્રિપાઠીએ કહ્યું હતું કે, ઓરિસ્સાથી તેઓ ગુજરાતમાં બીજથી લઈને માર્કેટ સુધીની વ્યવસ્થાનો અભ્યાસ કરવા આવ્યા છે. અમે ઓરિસ્સાના ખેડૂતો નવું સપનું, નવી કલ્પના લઈને ઓરિસ્સા જઈશું.

Most Popular

To Top