Madhya Gujarat

એકલવાયુ જીવન જીવતા સી.સિટીઝનની મદદે સમા પોલીસ સ્ટેશનની શી ટીમ

વડોદરા: એક ફોન કોલના સહારે શી ટીમ વૃદ્ધના વ્હારેના સૂત્ર સાથે સમા પોલીસ મથકની શી ટીમ દ્વારા શહેરમાં કોરોના કાળથી ફસાયેલા અને પરિવારથી દૂર રહી એકલવાયું જીવન ગુજારતા સાયકોલોજી ડબલ એમ.એ.થયેલા તેમજ ગાયનોકોલોજી ફાર્માસીમાં નિપુણતાં મેળવેલા 60 વર્ષીય સિનિયર સિટીઝનની સારવાર કરાવી જનસેવા એ જ પ્રભુ સેવાનું સૂત્ર સાર્થક કર્યું હતું.વડોદરા શહેર પોલીસ કમિશ્નર દ્વારા શરૂ કરાયેલ શી ટિમના અભિગમને ચારે તરફથી બહોળો પ્રતિસાદ મળવા સાથે શી ટિમ દ્વારા કરાતી કામગીરીની પ્રશંસા થવા પામી છે.

ત્યારે વધુ એક વખત સમા પોલીસ મથકની શી ટિમ દ્વારા સરાહનીય કામગીરી સપાટી પર આવવા પામી હતી.મળતી માહિતી અનુસાર સમા પોલીસ મથકના મહિલા PSI જે.આર.વૈધ ગત તારીખ 1લી ડિસેમ્બરના રોજ ફરજ ઉપર પેટ્રોલીગમાં હતા.ત્યારે સીનીયર સીટીઝન સેલ તરફથી 5 :18 વાગ્યે તેઓને મળેલ મેસેજને આધારે કૃષ્ણકુંજ સોસાયટી ખાતેના મોબાઈલ નંબર ઉપર સંપર્ક કર્યો હતો.જ્યાં સીનીયર સીટીઝન નામે રુકતેસ ભાઈ રતિલાલ શાહ ઉ.વ.60 નાઓને મળતા તેઓએ હાલ ને હાલ મારે મરી જવુ છે.

મને ખુબ જ ગંભીર સીવીયર દુખાવો મારા પેટમાં છેલ્લા કેટલાક દીવસથી થાય છે.અને મને દવાખાને લઈ જવા માટે કોઈ જ નથી.બસ મારે મરી જ જવુ છે.મારુ આ દુનિયામા કોઈ જ નથી તેવા કલ્પાત કરી જોર જોરથી રડવા લાગ્યા હતા.જેથી ત્યાં હાજર શી  મહિલા પીએસઆઈએ તેઓને પાણી પીવડાવી તેમને સાંત્વના આપી હતી.જે બાદ તેમને દવાખાને લઈ જઈશું જણાવતા તેઓ શાંત થતા પુછપરછમાં રુકતેસ ભાઈ રતિલાલ શાહે તેઓ વિદેશમાં રહે છે અને છેલ્લા બે વર્ષ પહેલા ભારત આવ્યા છે.પરંતુ કોરોના ના કારણે અહીં ફસાઈ ગયેલ છે.તેમજ તેમના પત્નિ અને બાળકો તેમનાથી વિખુટા પડી ગયા છે અને તેમને છોડીને ક્યાંક ચાલ્યા ગયેલા હોવાનું જણાવ્યું હતું.

Most Popular

To Top