National

કોવિડના કારણે તમિલનાડુની DMDK પાર્ટીના ચીફ અને ફિલ્મ એક્ટરનું નિધન

તમિલનાડુ: અભિનેતા અને રાજકારણી અને DMDK ચીફ કેપ્ટન વિજયકાંતનું નિધન થયું છે. પક્ષના જણાવ્યા અનુસાર, તેમને કોવિડ ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો અને શ્વાસ લેવામાં તકલીફને કારણે તેમને વેન્ટિલેટર સપોર્ટ પર રાખવામાં આવ્યા હતા. તેમજ મંગળવારે ડીએમડીકેએ જણાવ્યું કે તેમને નિયમિત સ્વાસ્થ્ય તપાસ માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પરંતુ હાલ તબીબી સ્ટાફના સર્વોત્તમ પ્રયાસો છતાં, 28 ડિસેમ્બર 2023ના રોજ સવારે તેમનું અવસાન થયું છે.

મંગળવારે ડીએમડીકેએ કહ્યું હતું કે પાર્ટી ચીફને નિયમિત સ્વાસ્થ્ય તપાસ માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમજ વિજયકાંત “તંદુરસ્ત” છે અને વધુ પરીક્ષણો પછી ઘરે પરત ફરશે. તેમજ આજે પાર્ટીએ કહ્યું કે ચીફને કોવિડ -19 પોઝીટીવ હોવાથી શ્વાસ લેવામાં તકલીફ થતી હોવાથી વેન્ટિલેટર સપોર્ટ ઉપર રાખવામાં આવ્યા છે. દરમિયાન આજે વહેલી સવારે તેમનું નિધન થયાના દુ:ખદ સમાચાર સામે આવ્યા છે.

ભારતમાં 24 કલાકમાં આટલા કેસ નોંધાયા
ભારતમાં એક જ દિવસમાં 529 નવા COVID-19 કેસ નોંધાયા છે. આ સાથે જ આરોગ્ય મંત્રાલયે 27 ડિસેમ્બરે જણાવ્યું હતું કે હાલ દેશમાં સક્રિય કોવિડ કેસની સંખ્યા 4,093 છે. લોકડાઉનથી લઇ હમણા સુધી કોવિડથી લગભગ 4 લાખથી વધુ સંક્રમિત થઇ ચૂક્યા છે. તેમજ 5 લાખથી વધુ લોકોના મોત થઇ ચૂક્યા છે. આ સાથે જ કોવિડનો નવો વેરિઅન્ટ ખૂબ જ ઝડપથી ફેલાઇ રહ્યો છે. જેના પગલે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનએ ગાઇડલાઇન બહાર પાડી છે. દરમિયાન હવે કોવિડના નવા વેરિઅન્ટની દિલ્હીમાં પણ એન્ટ્રી થઇ ચૂકી છે. તેમજ એકનું મોત નિપજ્યુ છે.

ત્યારે COVID-19ના સબ-વેરિઅન્ટ JN.1 નો પહેલો કેસ દિલ્હીમાં નોંધાયો છે. સ્વાસ્થ્ય અધિકારીઓએ બુધવારે જણાવ્યું હતું કે બુધવારે નવ કોવિડ કેસ નોંધાયા છે. આ સાથે દિલ્હીમાં 35 થી વધુ સક્રિય કેસ છે. તેમજ એક 28 વર્ષીય વ્યક્તિ જેને કોમોર્બિડિટીઝ હતી તે મૃત્યુ પામ્યો છે. મૃતક મૂળ દિલ્હીનો ન હતો. તેમજ તેને હાલમાં જ ખાનગી હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યો હતો. મૃતકને કોમોર્બિડિટીઝ હતી અને કોવિડથી સંક્રમિત થયો હોવાનું કહી શકાય છે. દરમિયાન મૃતકના તમામ સેમ્પલ્સ જીનોમ સિક્વન્સિંગ માટે મોકલવામાં આવ્યા છે અને રિપોર્ટની રાહ જોવાઈ રહી છે.

Most Popular

To Top