Sports

T20 વર્લ્ડકપમાં ભારતે પહેલી હારનો કર્યો સામનો: સાઉથ આફ્રિકાએ ટીમ ઈન્ડિયાને 5 વિકેટે હરાવ્યું

T20 વર્લ્ડ (T20 World Cup) કપમાં પર્થમાં ભારત (India) અને સાઉથ આફ્રિકા (South Africa) વચ્ચે સુપર-12 (Supar 12) મેચ રમાઈ રહી ગઈ હતી. જેમાં સાઉથ આફ્રિકાની ટીમે ટીમ ઈન્ડિયાને (Team India) 5 વિકેટે હરાવ્યું છે. આ મેચના હીરો એડન માર્કરમ અને ડેવિડ મિલર રહ્યા હતા. ડેવિડ મિલરે 46 બોલમાં 59 રન કર્યા હતા. તો એડન માર્કરમે 41 બોલમાં 52 રન બનાવ્યા હતા. આ બન્ને વચ્ચે મેચ વિનિંગ પાર્ટનરશિપ થઈ હતી. ટીમ ઈન્ડિયા તરફથી સૌથી વધુ અર્શદીપ સિંહે 2, જ્યારે હાર્દિક,શમી અને અશ્વિને 1-1 વિકેટ લીધી હતી. લુન્ગી એન્ગિડીને તેની શાનદાર બોલિંગ માટે પ્લેયર ઑફ ધ મેચ બનાવવામાં આવ્યો હતો.

ભારતે આસાન સ્કોર છતાં અંત સુધી આપી લડત
ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ટી20 વિશ્વકપ 2022ની મેચ પર્થમાં રમાઈ રહી છે. દક્ષિણ આફ્રિકાના કેપ્ટન ટેમ્બા બાવુમાએ ટોસ જીતીની પ્રથમ ફિલ્ડીંગ પસંદ કરી હતી. આમ ભારતીય ટીમે ટોસ હારીને પ્રથમ બેટીંગ કરી હતી. ભારતીય ટીમની શરુઆત ખરાબ રહી હતી. સુકાની રોહિત શર્મા ફરી એકવાર સસ્તામાં વિકેટ ગુમાવી બેઠો હતો. તો વળી ભારતીય ટીમ 50 રનના આંકડે પહોંચતા સુધીમાં અડધી ટીમ પેવેલિયન પરત ફરી ચુકી હતી. જોકે સૂર્યકુમાર યાદવ ફરી એકવાર ટીમની જવાબદારી પોતાના ખભે સંભાળી લેતા જબરદસ્ત અડધી સદી ફટકારી હતી.

દક્ષિણ આફ્રિકાની 5 વિકેટે જીત
ટી20 વિશ્વકપ 2022 ની સુપર 12ની મેચ રમાઈ હતી. દક્ષિણ આફ્રિકાએ 5 વિકેટે ભારત સામે અંતિમ ઓવરમાં જીત મેળવી હતી. બંને ટીમોની પોતાની આ ત્રીજી મેચ હતી. આ પહેલા દક્ષિણ આફ્રિકા પોતાની 2 મેચમાંથી એકમાં જીત મેળવી હતી અને એક મેચમાં એક પોઈન્ટથી સંતોષ માનવો પડ્યો હતો. જ્યારે ભારતે પ્રથમ બંને મેચ જીતી લીધી હતી. આમ બંને ટીમો માટે આજની મેચ મહત્વની હતી. ભારતની માફક દક્ષિણ આફ્રિકાની બેટીંગ ઈનીંગની શરુઆત ખરાબ રહી હતી.

Most Popular

To Top