Gujarat

જુ.ક્લાર્કની પરીક્ષા માટે તંત્રની તૈયારી, રાજ્યમાં 3 હજાર કેન્દ્ર પર પરીક્ષા યોજાશે

ગાંધીનગર: રાજ્યમાં આવતી કાલે એટલે કે 9 એપ્રિલ રવિવારના રોજ પંચાયત સેવા વર્ગ-3ની જુનિયર ક્લાર્કની પરીક્ષા યોજાશે. 9 લાખ 53 હજાર 723 ઉમેદવાર પરીક્ષા આપી પોતાનું ભાવિ નક્કી કરવા જઈ રહ્યા છે. રાજ્ય સરકાર દ્વારા 3 હજાર કેન્દ્રો પર પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. તંત્ર દ્વારા પરીક્ષા કેન્દ્રો પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. તમને જણાવી દઈએ કે આ પરીક્ષા 29-1-2023ના રોજ યોજાવાની હતી, પણ પેપરલીક થતાં પરીક્ષા રદ કરવાની ફરજ પડી હતી, તેથી હવે રદ કરાયેલી પરીક્ષા આવતી કાલે યોજાશે. ત્યારે રાજ્યમાં પરીક્ષાર્થીઓ માટે એસટી વિભાગ દ્વારા 6 હજાર એકસ્ટ્રા બસ સાથે સ્પેશિયલ ટ્રેનો પણ દોડાવવામાં આવશે.

પરીક્ષા પહેલા GPSSBના ચેરમેન હસમુખ પટેલે આજરોજ પ્રેસ-કોન્ફરન્સ યોજી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે પરીક્ષાર્થીઓએ સમયસર 11:45 વાગ્યે પરીક્ષા કેન્દ્ર પર પહોંચી જવાનું રહેશે. આ સાથે જ કોઈ ડમી ઉમેદવાર પરીક્ષા કેનદ્રમાં પ્રવેશવાનો પ્રયાસ કરશે તો ગેટ પર જ પકડાઈ જશે, કારણે ઉમેદવારોનું વોર્ન કેમેરાથી ચેંકિંગ કરવામાં આવશે.

15 મિનિટ પહેલા OMR સીટ આપવામાં આવશે
પરીક્ષા અંગે વધુ માહિતી આપતા IPS હસમુખ પટેલે જણાવ્યું હતું કે આવતી કાલે 12:30 વાગ્યે પરીક્ષા યોજાવાની છે, તો ઉમેદવારોએ 11:45 વાગ્યા સુધી પરીક્ષા કેન્દ્ર પહોંચી જવાનું રહેશે. તેમજ તેમણે વર્ગખંડની અંદર અડધો કલાક પહેલાં જ પહોચી જાવાનું રહેશે. ત્યાર બાદ પરીક્ષા કેન્દ્ર પર ઉમેદવારોને પ્રવેશ આપવામાં આવશે નહીં. વધુમાં તેમણે કહ્યું કે 15 મિનિટ પહેલા OMR સીટ આપીએ છીએ અને છેલ્લી ઘડીએ જનાર ઉમેદવારને કારણે કોઈ અવ્યવસ્થા ન થાય, છેલ્લી ઘડીએ પહોંચીને કોઈ ગેરરીતિ કરવાનો પ્રયત્ન ન કરે તે માટે આ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. અમે આ બાબતમાં ઘણા સ્પષ્ટ છીએ કે કોઈપણ ઉમેદવાર ક્યાંયથી પણ દૂરથી મુસાફરી કરીને આવ્યા હોય, પણ સમયની બહાર પહોંચશે તો તેને પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ મળશે નહીં.

પરીક્ષાર્થીએ બૂટ-ચંપલ બહાર કાઢવાના રહેશે
પરીક્ષાર્થીઓએ પોતાની ઓળખ તરીકે પરીક્ષા કેન્દ્રની અંદર ઉમેદવાર પેન, ઓળખ પત્ર તરીકે આધાર કાર્ડ, પાન કાર્ડ, ડ્રાઇવિંગ લાઇસન્સ અને કોલ લેટર આ ત્રણ વસ્તુ સિવાય ઉમેદવાર કશું પણ લઈ જઈ શકશે નહીં. પાણીની બોટ તેમજ સ્માર્ટ વોચ પણ લઈ જવામાં દેવામાં આવશે નહી. આ સાથે જ ઉમેદવારને તેનાં બૂટ-ચંપલ કઢાવીને ચેકિંગ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. અને વર્ગખંડની અંદર જતાં પહેલાં ઉમેદવારોનાં બૂટ-ચંપલ પણ કઢાવી લેવામાં આવશે.

Most Popular

To Top