Sports

ન્યુઝીલેન્ડે શ્રીલંકાને 65 રનથી હરાવ્યું, ફિલિપ્સની જોરદાર સદી બાદ બોલ્ટની ઘાતક બોલિંગ

સિડનીમાં (Sydney) ન્યુઝીલેન્ડ અને શ્રીલંકા (New Zealand and Sri Lanka) વચ્ચે ગ્રુપ 1ની મહત્વની મેચ (Match) રમાઈ હતી. કિવિ કેપ્ટન કેન વિલિયમસને ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. પહેલા રમતા ન્યૂઝીલેન્ડના ગ્લેન ફિલિપ્સે 104 રનની મદદથી શ્રીલંકાને 168 રનનો ટાર્ગેટ (Target) આપ્યો હતો. જવાબમાં શ્રીલંકાની આખી ટીમ 102 રનમાં સમેટાઈ ગઈ હતી અને કિવી ટીમે 65 રનથી મેચ જીતી લીધી હતી.

  • સિડનીમાં ન્યુઝીલેન્ડ અને શ્રીલંકા વચ્ચે ગ્રુપ 1ની મહત્વની મેચ રમાઈ
  • ન્યૂઝીલેન્ડના ગ્લેન ફિલિપ્સે 104 રનની મદદથી શ્રીલંકાને 168 રનનો ટાર્ગેટ આપ્યો
  • શ્રીલંકાની આખી ટીમ 102 રનમાં સમેટાઈ ગઈ

T20 વર્લ્ડ કપની 27મી મેચમાં ન્યૂઝીલેન્ડે શ્રીલંકાને 65 રનના વિશાળ અંતરથી હરાવ્યું હતું. સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાયેલી મેચમાં ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ન્યૂઝીલેન્ડે 20 ઓવરમાં સાત વિકેટ ગુમાવીને 167 રન બનાવ્યા હતા. ગ્લેન ફિલિપ્સે 64 બોલમાં 104 રન બનાવ્યા હતા. આ T20 વર્લ્ડ કપમાં પોતાની પ્રથમ મેચ રમી રહેલા ડેરિલ મિશેલે 22 રન બનાવ્યા હતા.

જવાબમાં શ્રીલંકાની આખી ટીમ 19.2 ઓવરમાં 102 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. શ્રીલંકાના નવ બેટ્સમેન ડબલ ફિગરને પણ સ્પર્શી શક્યા ન હતા. સાતમી ઓવર સુધીમાં શ્રીલંકાએ 24 રનમાં પાંચ વિકેટ ગુમાવી દીધી હતી. પાથુમ નિસાંકા અને ધનંજય ડી સિલ્વા ખાતું પણ ખોલાવી શક્યા ન હતા. કુસલ મેન્ડિસ ચાર રન બનાવીને આઉટ થયો હતો. ચરિથ અસલંકા ચાર રન અને ચમિકા કરુણારત્ને ત્રણ રન બનાવીને આઉટ થયા હતા. ત્યારબાદ ભાનુકા રાજપક્ષેએ કેપ્ટન દાસુન શનાકા સાથે છઠ્ઠી વિકેટ માટે 34 રનની ભાગીદારી કરી હતી. રાજપક્ષે 22 બોલમાં 34 રન બનાવીને આઉટ થયો હતો. રાજપક્ષેએ પોતાની ઇનિંગમાં ત્રણ ચોગ્ગા અને બે છગ્ગા ફટકાર્યા હતા.

વનિન્દુ હસરંગા ચાર અને મહેશ તિક્ષાના શૂન્ય રને આઉટ થયા હતા. કેપ્ટન દાસુન શનાકા 32 બોલમાં 35 રન બનાવીને આઉટ થયો હતો. તે જ સમયે ઈશ સોઢીએ લાહિરુ કુમારાને આઉટ કરીને શ્રીલંકાની ઈનિંગ્સને 102 રનમાં સમેટી દીધી હતી. ન્યુઝીલેન્ડ માટે ટ્રેન્ટ બોલ્ટે ઘાતક બોલિંગ કરતા ચાર ઓવરમાં 13 રન આપીને ચાર વિકેટ લીધી હતી. જ્યારે મિશેલ સેન્ટનર અને ઇશ સોઢીને બે-બે વિકેટ મળી હતી. ટિમ સાઉથી અને લોકી ફર્ગ્યુસનને એક-એક વિકેટ મળી હતી.

Most Popular

To Top