SURAT

સુરતના વેસુના આટલા પ્રખ્યાત સફલ સ્કવેરમાં સ્પાની આડમાં ચાલતું આટલું મોટું સેક્સ રેકેટ પકડાયું

સુરત: (Surat) વેસુ વિસ્તારમાં સફલ સ્કવેરમાં (Safal Square) રૂમ્સ એન્ડ વેલનેસ સેન્ટર નામની હોટલમાં ચાલતું કુટણખાનું (Brothel) ઉમરા પોલીસે ઝડપી પાડ્યું હતું. રેઈડ દરમિયાન પોલીસે થાઈલેન્ડ અને કેનિયાની (Thailand and Kenya) મળીને કુલ 8 લલનાઓને તથા 6 ગ્રાહકોને ઝડપી પાડ્યા હતા. પોલીસે સંચાલન અને મેનેજરની ધરપકડ કરી હોટલના બે ભાગીદારોને વોન્ટેડ જાહેર કર્યા હતા.

  • વેસુ સ્થિત સફલ સ્કેવરના ચોથા માળે રૂમ્સ એન્ડ વેલનેસ સેન્ટર નામની હોટલ ચાલે છે
  • હોટેલની આડમાં સ્પા અને કુટણખાનું ચાલી રહ્યું હોવાની પોલીસને બાતમી મળી હતી
  • રેઈડ દરમિયાન પોલીસે થાઈલેન્ડ અને કેનિયાની કુલ 8 લલનાઓને તથા 6 ગ્રાહકોને ઝડપી પાડ્યા

ઉમરા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ વેસુ ખાતે ઉધના-મગદલ્લા રોડ વેસુ સ્થિત સફલ સ્કેવરના ચોથા માળે રૂમ્સ એન્ડ વેલનેસ સેન્ટર નામની હોટલ ચાલે છે. આ હોટેલની આડમાં સ્પા (Spa) અને કુટણખાનું ચાલી રહ્યું હોવાની પોલીસને બાતમી મળી હતી. બાતમીના આધારે પોલીસે દરોડા પાડી હોટલ સંચાલક મીતુલ મગન પટેલ (ઉ.વ. 38 રહે. એ 203, ગોકુલધામ ટાઉનશીપ, ન્યુ ડીંડોલી), મેનેજર નફીસ અહેમદ અંસારી (ઉ.વ. 40), સ્પાના કર્મચારી સંજીત દેવેન મહંતો (ઉ.વ. 21 બંને રહે. એ 85, ઓફિસ નં. 1, સફલ સ્કેવર, ઉધના-મગદલ્લા રોડ) ને ઝડપી પાડ્યા હતા. આ સિવાય ગ્રાહક પિયુષ અશોક ઝડપીયા, સુમીત શશીભાઇ રાજપૂત, પારસ રમેશ જૈન, અંગદ મોતીપ્રસાદ પ્રજાપિત, કલીમ સલીમ સૈયદની ધરપકડ કરી હતી.

રેઈડ દરમિયાન પોલીસે બે વિદેશી સહિત 8 મહિલાઓને મુક્ત કરી હતી. દેહવિક્રય કરતી થાઇલેન્ડ અને કેન્યાની બે યુવતી પણ ઝડપાઈ હતી. 8 લલના વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી મુક્ત કરાઈ છે. સંચાલકો હોટલમાં મસાજના બહાને આવતા ગ્રાહક પાસેથી 2 હજાર રૂપિયા વસૂલતા હતા. અને તેમાંથી 1 હજાર લલનાને આપતા હતા. રેઈડ દરમિયાન પોલીસે હોટેલમાંથી રોકડા 8 હજાર, 2 મોબાઈલ ફોન મળી કુલ 23 હજારનો મુદ્દામાલ તથા 8 નંગ કોન્ડોમ કબજે કર્યા હતા. ઉમરા પોલીસે હોટલના ભાગીદાર અને માલીક શૈલેષ કુવરજી કેવડીયા (રહે. 83, ભક્તિનગર સોસાયટી, એ.કે. રોડ, વરાછા) તથા ભાવેશ ભગવાન પટેલ (રહે. 10, જલારામનગર સોસાયટી, ડુંભાલ) ને વોન્ટેડ જાહેર કરી વધારે તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top