SURAT

સુરત: ક્રાઈમ બ્રાન્ચે ચેઈન સ્નેચીંગ કરતા 6 રીઢા ગુનેગારોને ઝડપી પાડ્યા, 3.3 લાખનો મુદ્દામાલ કબજે

સુરત: સુરત (Surat) શહેર તથા સુરત જીલ્લાના અલગ અલગ વિસ્તારોમાં ચોરીની મોટરસાયકલ ઉપર ચેઈન સ્નેચીંગ (Snatchers) કરતા રીઢા ગુનેગારોને ચોરીના મુદ્દામાલ સાથે ઝડપી પાડી ચેઈન સ્નેચીંગ અને વાહન ચોરીના અનેક ગુનાઓનો ભેદ ઉકેલી કાઢવામાં સુરત ક્રાઈમ બ્રાંચને (Crime Branch) મોટી સફળતા મળી છે. એટલું જ નહીં પણ પોલીસે (Police) 3.3 લાખના મુદ્દામાલ સાથે 6 ને ઝડપી પાડી 31 ગુનાઓ ઉકેલી કાઢ્યા છે.

સુરત ક્રાઈમ બ્રાન્ચ પોલીસે જણાવ્યું હતું કે, ચેઇન સ્નેચીંગ સ્કોડની ટીમના માણસોને મળેલી હકીક્ત આધારે સુરત શહેર ડીંડોલી ખરવાસા રોડ મધુરમ સર્કલ પાસેથી કેટલાક આરોપીઓને ચોરીની મોટર સાયકલ, સાથે પકડી પાડવામાં આવેલા છે. આ ગેગ ચેઇન સ્નેચીંગના અનેક ગુનાઓમાં સંડોવાયેલી હોવાનું સામે આવ્યું હતું. તપાસ કરતા 31 જેટલા ગુનાઓ ઉકેલવામાં સફળતા મળી હતી.

પકડાયેલા આરોપીઓના નામની યાદી

  • સોપાનદેવ ઉર્ફે સાગર સખારામ પાટીલ ઉ.વ.૨૯ ધંધો. બેકાર રહે, મકાન નં ૨૬૫ આરધના ડ્રીમ સોસાયટી, જોલવા પંચાયતની પાસે, કડોદરા સુરત, મુળ રહે, સબગવાનગામ તા.આમળનેર જી.મહારાષ્ટ્ર,
  • ધર્મેશ ઉર્ફે છોત્તેર ગંગારામ મારવાડી ઉ.વ- ૨૪ રહે- સી-બ્લોક રૂમ નં-૫૦૬ રાજ પેલેસ કડોદરા ચાર રસ્તા પાસે કડોદરા જી-સુરત
  • વૈભવ વિજયભાઈ તીવારી ઉ.વ.૧૯ ધંધો.મજુરી રહે, બિલ્ડીંગ નં બી/૨૩, ફ્લેટ નં. ૧૦૩, બાલાજી રેસીડન્સી, ખોડીયાર માતાના મંદિર પાસે, સાકીગામ, કડોદરા તા. પલસાણા જી. સુરત, મુળ રહે, ધરાધનગામ પો.સ્ટે. હડીયા જી. પ્રયાગરાજ (યુ.પી)
  • સંદિપ માનસીંગ વળવી ઉ.વ.૨૮ ધંધો બેકાર રહે, ખટાવદગામ તા.નવાપુર જી. નંદુરબાર (મહારાષ્ટ્ર).
  • અક્ષય સુરેશ શીંદે ઉ.વ.ર૩ ધંધો. બેકાર રહે, પ્લોટ નં.૬૦ વૃંદાવન સોસાયટી, નુડીગામ, ગંગાધરા રોડ તા. પલસાણા જી. સુરત, મુળ રહે, બાગુળદેગામ તા. શીંદખેડા જી. ધુલીયા (મહારાષ્ટ્ર)
  • જયેશ ઉર્ફે બારકુ પાટીલ યુવરાજ વાઘ ઉ.વ-૨૦ રહે- ઘર નં-૮૦ આર.ડી.નગર ચીત્તા ચોક પાસે નવાગામ ડીંડોલી સુરત મુળ રહે- નાદેસગામ તા-ચોપડા જીલ્લો-જલગામ (મહારાષ્ટ્ર)

કબજે લેવાયેલો મુદ્દામાલ

  • મોબાઈલ ફોન નંગ-૦૭ કિ.રૂ.૩૬,૦૦૦/-
  • વગર નંબરની કાળા કલરની એફ.ઝેડ મો.સા. કિ.રૂ.૪૦,૦૦૦/-
  • કાળા કલરની હોન્ડા સાઈન નં-GJ-05-HT-5936 મો.સા. કિ.રૂ.૭૦,૦૦૦/-
  • ભુરા કલરની ટી.વી.એસ. જ્યુપીટર મોપેડ નં.GJ-05-PG-8815 કિ.રૂ.૫૦,૦૦૦/-
  • ગ્રે કલરની એસેસ મોપેડ રજીસ્ટ્રેશ નંબર. GJ-05-ET-7140 કિ.રૂ.૭૦,૦૦૦/-
  • કાળા કલરની એક્ષસ મોપેડ જેનો રજીસ્ટ્રેશન નંબર- GJ-05-FT-4385_કિ.રૂ.
    70,000/-
  • કાળા કલરની ડીઝાઇન વાળી મન્કી કેપ નંગ-૧
  • કાળા કલરના માસ્ક નંગ-૫
  • કાળા કલરની ટોપી નંગ-૨
  • બ્લ્યુ કલરનો સફેદ ફુલ ડીઝાઇન વાળો લાંબી બાંયનો શર્ટ

Most Popular

To Top