SURAT

સુરતની આસપાસના આ વિસ્તારોમાં 37 કરોડના ખર્ચે 5 નવા રસ્તા બનાવાશે

સુરત: છેલ્લા થોડા સમયથી સુરત મનપાની સાથે સાથે સુડાનાં વિકાસ કામોમાં પણ ઝડપ આવી છે. ત્યારે સુડા વિસ્તારના રસ્તાઓની મરામત માટે સુરત અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી દ્વારા શહેરી વિકાસ વિભાગના ગુજરાત શહેરી વિકાસ મિશન અંતર્ગત પાંચ રસ્તાને દુરસ્ત કરવા દરખાસ્ત મોકલાઇ હતી. આ દરખાસ્તને સ્થાનિક નેતાઓની રજૂઆત બાદ મંજૂરી મળી હોવાથી સુડા વિસ્તારના આ પાંચ રસ્તાનાં કામ ઝડપથી હાથ ધરાશે. અત્રે ઉલ્લખનીય છે કે આ ગ્રાન્ટ અંતગર્ત સુડાને રાજય સરકાર તરફથી 37.48 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવશે.

  • ખરવાસાથી એક્લેરા, વાંઝથી ખરવાસા, વાલક પાટિયાથી વાવ એસઆરપી કેમ્પથી સાંઈ આવાસનો રસ્તો નવો બનશે
  • ઉપરાંત ડિંડોલીથી નેશનલ હાઈવેથી ચલથાણ સુધીનો રસ્તો અને ખોલવડના રસ્તાઓ નવા બનાવવામાં આવશે

મળતી વિગતો મુજબ સુરત જિલ્લા ભાજપ પ્રમુખ સંદીપ દેસાઇ દ્વારા આ દરખાસ્ત મંજૂર કરવા માટે શહેરી વિકાસ વિભાગના રાજ્ય કક્ષાના મંત્રી વિનોદ મોરડિયા તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને રજૂઆત કરવામાં આવી હતી. જેનો હકારાત્મક પ્રતિસાદ આપી આ દરખાસ્ત મંજૂર થતાં આ ગ્રાન્ટમાંથી ખરવાસા-એકલેરા, વાંઝથી ખરવાસા, વાલક પાટિયાથી વાવ એસઆરપી કેમ્પ થઇને સાઇ આવાસ જતો રસ્તો, ડિંડોલી નેશનલ હાઇવે ચલથાણ સુધીનો રસ્તો અને ખોલવડના રસ્તાઓનું નવીનીકરણ થશે.

મનપા દ્વારા સમર કેમ્પનું આયોજન: વિવિધ કોર્ષ માટેના કેમ્પ કરાવાશે
સુરત: સુરત મહાનગરપાલિકા દ્વારા સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. કોરોનાકાળમાં મનપા દ્વારા સમર કેમ્પ કરવામાં આવ્યા ન હતા પરંતુ હવે કોરોનાનું સંક્રમણ પણ હળવું થતા મનપા દ્વારા આ વર્ષે સમર કેમ્પનું આયોજન કરાયું છે. તા. 10 થી 20 મે દરમિયાન સાયન્સ સેન્ટરમાં આ સમર કેમ્પ યોજાશે. મનપા દ્વારા નજીવી ફી લઈને સમર કેમ્પમાં સાયન્સ, એસ્ટ્રોનોમી ઉપરાંત પેઇન્ટિંગ સહિતના કોર્ષ કરાવવામાં આવશે. માટે સમર કેમ્પ નું આયોજન કર્યું છે. જેમાં 7 થી 12 વર્ષના બાળકો માટે પેપર આર્ટ, વેસ્ટમાંથી બેસ્ટ, દિવડા પેઈન્ટિંગ, એન્વેલપમેન્ટ મેકિંગ અને ટી-શર્ટ પેઈન્ટિંગના કોર્ષ રહેશે. જ્યારે 13થી 17 વર્ષના બાળકો માટે બેઝીક એસ્ટ્રોનોમી, નો યોર પ્લેન્ટસ, નો યોર ઝોડિયાક, ફ્રેઝીસ ઓફ મુન, સિઝન, નેનો સન, મિરર બોલ, ટેલિસ્કોપ, એસ્ટ્રોનોમી સોફ્ટવેર, એસ્ટ્રોનોમી એન્ડ જનરલ ક્વિઝ ઉપર બેઝિક ફીઝિકસ પ્રયોગ, ઓટોમેટિક સ્ટ્રીટ લાઈટ, મોડલ એલિવેટર, ન્યુટનસ ક્રેડલસ રોબો બગ, બેઝિક એરોનોટિક્સ, એબ્રોઈડરી, ક્વિલિંગ, પેપર આર્ટ ઉપરાંત રોકેટ મોડલ અને કેલીગ્રાફીના કોર્ષ કરાવવામાં આવશે.

Most Popular

To Top