SURAT

પાંડેસરા પોલીસની દાદાગીરી : કોર્ટે જેને છોડી દેવા આદેશ કર્યો તે આરોપીને કોર્ટની બહારથી જ ઉંચકી ગઈ

સુરત : (Surat) પાંડેસરામાં એક મારામારીના (Fight) ગુનામાં (Crime) કોર્ટે (Court) આરોપીને (Accused) જામીનમુક્ત (Bail) કરવાની સાથે જ પોલીસ (Police) જ્યારે બોલાવે ત્યારે તપાસમાં સાથ-સહકાર આપવાનો આદેશ કર્યો હતો. કોર્ટનો આદેશ છતાં પોલીસ રોડ ઉપરથી જ યુવકને બળજબરીથી રિક્ષામાં બેસાડીને લઇ ગઇ હતી. આ મામલે પાંડેસરા પોલીસની સામે કોર્ટમાં ફરિયાદ (Complaint) કરાઇ હતી.

પ્રાપ્ત વિગતો મુજબ પાંડેસરા વિસ્તારમાં રહેતા શિવમ ઉર્ફે કેલા દ્વારકાપ્રસાદ મિશ્રા તથા શ્યામ દ્વારકાપ્રસાદ મિશ્રાની સામે મારામારી સહિતનો ગુનો નોંધાયો હતો. આ ગુનાના કામે પોલીસે બંનેની ભાઇઓની ધરપકડ કરી હતી. બીજી તરફ બંનેએ કોર્ટમાં જામીનઅરજી કરી હતી અને બંનેને જામીનમુક્ત કરાયા હતા. આ સાથે જ કોર્ટે કહ્યું કે, જ્યારે પણ પોલીસ તપાસ માટે તેમને બોલાવે ત્યારે હાજર રહેવા જણાવાયું હતું. કોર્ટની બહાર ગેટ ઉપર પહોંચતાં જ પાંડેસરા પોલીસની રિક્ષા આવી હતી અને તેઓ શ્યામ તેમજ શિવમને રિક્ષામાં બેસાડી રસ્તામાં જ માર મારીને પોલીસમથકે લઇ ગઈ હતી. આ મામલે શિવમની માતાએ વકીલ પી.ટી.રાણા અને જીત પટેલ મારફતે કોર્ટમાં અરજી કરી હતી. કોર્ટે આ સાથે જ પાંડેસરા પોલીસને નોટિસ આપી ખુલાસો માંગ્યો હતો.

કતારગામમાં પોલીસ ચોકી પાસે જ જુગારીયાઓ બિન્ધાસ્ત જુગાર રમતા પકડાયા
સુરત : કતારગામ જીઆઇડીસી પોલીસ ચોકીની પાસે જ જુગાર રમતા જુગારીઓને પોલીસે પકડી પાડી 89 હજારની મત્તા કબજે કરી હતી. પ્રાપ્ત વિગતો મુજબ કતારગામ જીઆઇડીસીની પાસે ખુલ્લુ મુદાન આવ્યું છે. આ મેદાનમાં કેટલાક યુવકો જુગાર રમતા હોવાની માહિતી મળતા જ પોલીસે અહીં રેડ પાડી હતી અને ત્યાંથી અનિલ નારાયણ પંચાલ, વિષ્ણુ બલીરામ કોકટે, ગજાનંદ ગણેશ ખુંટે, જ્ઞાનેશ્વર શિવનારાયણ ખેડેકર, આકાશ અશોકભાઇ ગવઇ, સુનિલ અમસરમોલ, નીતિન સાલવે, શિવા નીલાશે, સુમિત પાટીલ અને અનિલ મોરેની ધરપકડ કરવામાં આવી હતી. આ તમામ હારજીતનો જુગાર રમી રહ્યા હતા. પોલીસે તેઓની પાસેથી અંગઝડતી તેમજ દાવપરના મળીને કુલ્લે રૂા. 89 હજારનો મુદ્દામાલ કબજે લીધો હતો.

Most Popular

To Top