SURAT

સુરતમાં ચોક્કસ બેચના પીઆઈને જ સારી પોસ્ટિંગ અપાતી હોય પોલીસ બેડામાં ઉકળતો ચરૂ

સુરત: (Surat) પોલીસ (Police) બેડામાં પીઆઇનાં (PI) પોસ્ટિંગ (Posting) કરવામાં આવી રહ્યાં છે, તેમાં ચોક્કસ વર્ષના બેચને (Batch) મહત્ત્વ આપવામાં આવી રહ્યું છે. તેમાં વર્ષ-2010ના બેચના પીઆઇ અમદાવાદથી આવતાની સાથે જ તેમને કાપોદ્રા પોસ્ટિંગ આપવામાં આવ્યું હતું. અન્ય સિનિયર પીઆઇઓને સાઇડ ટ્રેક કરવામાં આવી રહ્યા હોવાની વિગતો પોલીસ બેડામાં ચર્ચાનો વિષય બની છે.

  • ગેરરીતિ આચરનાર પીઆઈ વર્ષ-2010ના હોય તો તેઓને બચાવી લેવાયા છે
  • કમિશનર અજ તોમરને મીસબ્રીફ કરાઇ રહ્યું હોવાની પોલીસ બેડામાં ચર્ચા

તેમાં પોલીસ બેડામાં ચર્ચા છેડાઇ છે કે, કમિ. અજય તોમરને મીસબ્રીફ કરવામાં આવી રહ્યા છે. તેમાં જે પીઆઇ વર્ષ-2010ના બેચમાં નથી તેવા પીઆઇઓને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે. પોલીસ બેડામાં ચોક્કસ વ્યક્તિ પોતાનાં ધારેલાં નિશાનો પાર પાડી રહી હોવાની ચર્ચા છે. તેમાં કેટલાક પીઆઇ સામે ગેરરીતિ અને ભ્રષ્ટાચારની ફરિયાદોનો ઢગલો હોવા છતાં તેઓ સામે કોઇ કાર્યવાહી કરવામાં આવતી નથી. કેમ કે, તેઓ વર્ષ-2010ના બેચના છે. તે સિવાયના બેચના પીઆઇઓને હાંસિયામાં ધકેલી દેવામાં આવ્યા છે. છેલ્લા એક મહિનામાં જે પીઆઇઓને પોસ્ટિંગ અપાયાં છે તેમાં ચોક્કસ ક્રાઇટેરિયાનો અમલ કરવામાં આવ્યો છે. શહેરમાં કાયદો અને વ્યવસ્થા કથળે છે તેમાં ઘણા નબળા પીઆઇ અધિકારીઓ મહત્ત્વપૂર્ણ પોલીસ સ્ટેશન પર હોવાની ચર્ચા છે. પોલીસ બેડાની આ ચર્ચા હાલમાં કમિ. અજય તોમરના કાન સુધી પહોંચી હોવાની વિગતો પણ જાણવા મળી છે. અલબત્ત, પોસ્ટિંગમાં ગંદું રાજકારણ રમાઇ રહ્યું હોવાની ચર્ચા છે.

કાપડ વેપારીનો સંબંધી જ દુકાનમાંથી 14 લાખનું કાપડ સગેવગે કરી ગયો
સુરત : ન્યુ ટેક્સટાઇલ માર્કેટના વેપારીને ત્યાં કામ કરતો એક સંબંધી જ દુકાનમાંથી રૂા. 14 લાખનો કાપડનો માલ સગેવગે કરી ગયો હતો. જેને લઇને આ યુવકની સામે ચોરીની ફરિયાદ કરવામાં આવતા પોલીસે ગુનો નોંધ્યો હતો. ચોરી કરનાર આ આરોપી દુકાન માલિકની મામાની પુત્રીનો સગો દિયર નીકળ્યો હોવાનું પણ પોલીસે કહ્યું હતું.

પ્રાપ્ત વિગતો મુજબ પુણા કુંભારીયા મગોબ સીટીઝન હાઈટ્સમાં રહેતા અમિતકુમાર સુરેશચંદ્ર રૂસ્તગી (ઉ.વ.૪૩) રીંગરોડ ન્યુ ટેક્ષટાઈલ માર્કેટમાં શ્રીવૈષ્ણો ટેક્ષફેબ નામથી કાપડનો વેપાર કરે છે. અમિતકુમારે તેની દુકાનનો વહીવટ તેના મામાની દીકરીના દિયર અભિષેક મહેશચંદ્ર રૂસ્તગી (રહે, વિજય પાર્ક મોજપુર ભજનપુર દિલ્લી)ને સોપ્યો હતો. અમિતકુમારની વિશ્વસનીયતાનો લાભ લઇને અભિષેકે સમયાંતરે તાંકાઓ ઓછા કરવા લાગ્યો હતો અને જૂન-2021માં અમિતકુમારની જાણ બહાર જ રૂા. 14.05 લાખની કિંમતનો કાપડનો માલ બારોબાર સગેવગે કરી નાંખ્યો હતો. આ અંગે અમિતકુમારને જાણ થતાં પરિવારમાં માથાકૂટ થઇ હતી. અભિષેકે શરૂઆતમાં માલ પરત આપી દેવાનું કહ્યું હતું. પરંતુ કાપડનો માલ કે પછી રૂપિયા નહીં આપતા આખરે અભિષેકની સામે સલાબતપુરા પોલીસમાં ફરિયાદ કરવામાં આવી હતી. પોલીસે બનાવ અંગે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.

Most Popular

To Top