Dakshin Gujarat

પલસાણામાં મીઠાની ગુણોમાં લઈ જવાતો હતો આ સામાન, પોલીસે પક્ડી પાડ્યો

પલસાણા: પલસાણાના (Palsana) કરણ ગામની સીમમાં ને.હા-48 ઉપરથી ટેમ્પોમાં મીઠાની ગુણોની આડમાં લઈ જવાતા વિદેશી દારૂના (Alcohol) જથ્થા સાથે પલસાણા પોલીસે (Police) બે શખ્સોને ઝડપી પાડી કુલ 3,65,600નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

પલસાણા પોલીસની ટીમે બાતમીને આધારે કરણ ગામના બસસ્ટેશનની સામે મુંબઈથી અમદાવાદ તરફ જતાં ને.હા નંબર-48 ઉપર વોચ ગોઠવી હતી. તે દરમ્યાન બાતમી મુજબનો ટેમ્પો નંબર એમ.એચ-14-સીપી-2402 આવતા તેને અટકાવ્યો હતો અને ટેમ્પાના ચાલક અને ક્લીનરે ટેમ્પામાં મીઠાની ગુણો હોવાનું જણાવતાં પોલીસે પોલીસે મીઠાની ગુણો હટાવતા તેની આડમાં છુપાવેલી વિદેશી દારૂની 1296 બોટલ કિંમત રૂ. 1,47,600નો જથ્થો મળ્યો હતો. પોલીસે ચાલક મજીદખાન ભીકનખાન પઠાણ (રહે, ગાંધીનગર ઝૂપડપટ્ટી, ઉમરવાડા ગોલ, સલાબતપુરા, સુરત) તથા ક્લીનર નૂરમહમદ ઇશાક શેખ (રહે, ઉમરવાડા ન્યુ ટેનામેન્ટ, સલાબતપૂરા, સુરત)ને ઝડપી પાડ્યા હતા. પોલીસે બંને શખ્સોની પૂછતાછ કરતાં આ વિદેશી દારૂનો જથ્થો વિષ્ણુ નામના શખ્સે ભરાવ્યો હોવાની કબૂલાત કરતાં પોલીસે તેને વોન્ટેડ જાહેર કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પલસાણા ચાર રસ્તા ખાતે નંબર વગરની ગાડીમાંથી તમંચો અને જીવતા કારતુસ સાથે લિસ્ટેડ બુટલેગર ઝડપાયો
પલસાણા: મંગળવારના રોજ એલ.સી.બી. સુરત ગ્રામ્ય પોલીસના માણસો કડોદરા પોલીસ સ્ટેશન હદમાં પેટ્રોલિંગમાં હતા. દરમિયાન એલ.સી.બી.ને બાતમી મળી હતી કે, પલસાણા શોપિંગ સેન્ટરમાં રહેતો રાકેશ લંગડો મહિન્દ્રા XUV500 ગાડી લઇ પલસાણા ચાર રસ્તા ભીંડી બજાર નહેરની બાજુમાં ઊભો છે અને તેણે પોતાની ગાડીમાં દેશી હાથ બનાવટનો તમંચો સંતાડ્યો છે. આથી પોલીસે બાતમીના આધારે પહોંચી જઈ ચાલકની અંગજડતી કરતાં તેના પેન્ટના ખીસામાંથી એક જીવતો કારતુસ તથા ગાડીમાં તપાસ કરતાં ડ્રાઇવિંગ શીટની નીચે દેશી તમંચો મળી આવ્યો હતો.

પોલીસે આરોપી રાકેશ ઉર્ફે રાકેશ લંગડો અવધેશ યાદવ (ઉં.વ.35) (ધંધો-પશુપાલન, રહે.,હાલ, પલસાણા શોપિંગ સેન્ટર, અમન સોસાયટી પ્લોટ નં.૪૨, તા.પલસાણા, મૂળ રહે., બિહાર) તેમજ આ ગુનામાં રાજેશ ભૂમિહાર (રહે.,મદનપુર,બિહાર)ને વોન્ટેડ જાહેર કર્યો હતો. પોલીસે આરોપી વિરુદ્ધ આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધ્યો હતો. તે અગાઉ પણ તમંચા સાથે ઝડપાયો હતો તેમજ પોક્સો જેવા ગુનાનો પણ આરોપી રહી ચૂક્યો છે.

Most Popular

To Top